Site icon Revoi.in

દુનિયામાં સૌથી વધુ વેક્સિનેશન છતાં ઇઝરાયલમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, ફરીથી માસ્ક લગાવવું બન્યું જરૂરી

Social Share

દિલ્હી : દુનિયામાં રસીકરણમાં મોખરે રહેલા ઇઝરાયલમાં ફરી એકવાર માસ્ક લગાવવું ફરજિયાત બન્યું છે. અહીં કોરોનાવાયરસના નવા વેરિયન્ટના કેસ આવ્યા પછી હવે જાહેર સ્થળોએ માસ્ક પહેરવું જરૂરી બન્યું છે. ઇઝરાયલે વિશ્વમાં સૌથી સફળ રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું, જેમાં લગભગ 85 ટકા પુખ્ત વયના લોકોને રસી અપાય છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઓછી થતાં હાલનાં મહિનાઓમાં લગભગ તમામ પ્રતિબંધો હટાવવામાં આવ્યા હતા.

સમાચાર મુજબ, ઘણા અઠવાડિયા પછી હાલના દિવસોમાં ફરીથી વધારો જોવા મળે છે.કોરોના વાયરસ પ્રતિક્રિયા અભિયાનનું નેતૃત્વ કરી રહેલા ડોકટરના હવાલાથી જણાવાયું છે કે,ગુરુવારે આ મહામારીના 227 નવા કેસની પુષ્ટિ થઈ છે.સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, શુક્રવારે બપોરથી જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

કેસોમાં વધારો એ ખૂબ જ ચેપી ડેલ્ટા વેરિયન્ટને આભારી છે, જે બાળકો સહિત વગર રસીકરણ વાળા વ્યક્તિઓમાં ઝડપથી ફેલાય છે. ઇઝરાયલના જે નાગરિકોએ રસી લઇ લીધી છે, તે પણ સંક્રમિત જોવા મળી રહ્યા છે. પરંતુ તેઓમાં ફક્ત સામાન્ય લક્ષણો જોવા મળે છે. નોંધપાત્ર વાત એ છે કે મહામારીની શરૂઆતથી ઇઝરાયલમાં આ વાયરસને કારણે 6,429 લોકોનાં મોત નિપજ્યા છે.