Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસમાં 7.3 ટકાનો નોંધાયો વધારો- છેલ્લા 24 કલાકમાં  1,109 કેસ સામે આવ્યા

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે, ઘખટતા કોરોનાના કેસોને લઈને હવે અનેક પ્રતિબંઘો પણ હળવા કરી દેવાયા છે, જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 24 કલાક દરમિયાન છેલ્લા ઘણા દિવસોથી નોંધાતા કેસોમાં સામાન્ય વધારો નોંધાયો છે.

સરકારી આકંડાઓ પ્રમાણે દેશમાં કોરોનાના કેસોમાં 7.3 ટકાનો વધારો થયો છે છેલ્લા 24 કલાકમાં 1 હજાર 109 કેસ નોંધાયા છે.આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 43 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રસીકરણ કાર્યક્રમ હેઠળ 16,80,118 ડોઝ આપવામાં આવ્યા હતા. 

છેલ્લા 4 દિવસથી એક હજારથી ઓછા કેસ નોંધાતા હતા

07 એપ્રિલ 2022ની સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 1 હજાર 33 કેસ નોંધાયા છે. જ્યારે આ પહેલા 06 એપ્રિલે 1 હજાર 86 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 05 એપ્રિલના રોજ 795 નવા કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા કેસોમાં થોડો વધારો નોંધાયો હતો.જે 7.3 ટકા કહી શકાય.