દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 12 હજારથી વધુ કેસ, સક્રિય કેસો હવે 80 હજારને પાર
- કોરોનાના કેસમાં ઉછાળો
- 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા
દિલ્હીઃ- દેશભરમાં જ્યાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યા ફરી 24 કલાક દરમિયાન કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે ગઈકાલે 9 હજારથી વધુ કેસો નોંધાયા હતા ત્યારે આજે ફરી કોરોનાના કેસ 12 હજારને પાર નોંધાયા છે.
જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં એક દિવસના ઘટાડા બાદ કોરોનાના કેસ ફરી વધ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12 હજાર 249 નવા કેસ સામે આવ્યા છે. તો સાથએ જ એકર્સટિવ કેસોની સંખ્યા દિવસેને દિવસે વધતી જ જતી જોવા મળી રહી છે.
જો કે આ સમાનગાળા દરમિયાન કોરોનાના દર્દીના મોતની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 13 દર્દીઓના મોત થયા છે.સાથે જ હવે સક્રિય કેસો પણ વધ્યા છે.
જો સાથા થનારા દર્દીઓની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 9 હજાર 862 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 27 લાખ, 25 હજાર, 055 લોકોએ આ મહામારીને માત આપી છે.
જો સક્રીય કેસોની વાત કરીએ તો સક્રિય દર્દીઓની કુલ સંખ્યા 80 હજારને વટાવી ગઈ છે. માર્ચ પછી આ પ્રથમ વખત છે જ્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 1 માર્ચે 85,680 એક્ટિવ કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, હાલમાં દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 81 હજારને વટાવી ગઈ છે. હાલમાં, દેશભરમાં 81 હજાર 687 સક્રિય કેસ નોંધાયા છે. સક્રિય કેસ કુલ સંક્રમણના 0.19 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.60 ટકા નોંધાયો છે.