- કોરોનાના કેસમાં સામાન્ય ઉછાળો
- અગાઉના દિવસની સરખામણીમાં 11 ટકા કેસ વધ્યા
- 9 હજાર 419 કેસ નોંધાયા
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ઓમિક્રોન વેરિન્ટનો કહેર ફેલાયો છો તો બીજી તરફ કોરોનાના કેસમાં ઉતાર ચઢાવ ચાલુ જ છે, બુધવારના રોજ નોઁધાયેલા કેસની તુલનામાં વિતેલા 24 કલાકામાં 11 ટકા કેસ વધુ નોંધાયા છે, દેશભરના ઘણા વિસ્તારોમાં કોરોનાના છૂટાછવાયા કેસ આવી રહ્યા છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના નવા 9 હજાર 419 નવા કેસ નોંધાયા છે અને આજ સમયગાળા દરમિયાન 159 લોકોના મોત થયા છે.તો બીજીતરફ રિકવરી રેટ પણ 98.36 ટકા જોઈ શકાય છે, જે ગયા માર્ચ પછી સૌથી વધુ છે
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં સાજા થનારાની સંખ્યા પણ સારી નોધાઈ છે., આ સમય દરમિયાન 8 હજાર 251 લોકો કોરોનાથી સાજા થયા છે, અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 40 લાખ 97 હજાર 388 લોકો કોરોનાથી સાજા થયા છે.
કોરોનાના જો દૈનિક સકારાત્મકતાના દરની વાત કરવામાં આવે તો તે 0.73 ટકા નોંધાયો છે જે છેલ્લા 66 દિવસથી 2 ટકાથી નીચે આવ્યો છે. સાપ્તાહિક હકારાત્મકતા દર 0.74 ટકા જોવા છે જે છેલ્લા 25 દિવસથી 1 ટકાથી નીચે છે.
કોરોના સામેની જંગમાં રસીકરણનો મહત્વનો ફાળો રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં, રસીના 80 લાખ 86 હજાર 910 ડોઝ આપવામાં આવ્યા હતા, અત્યાર સુધીમાં કુલ રસીકરણ 1 અબજ 30,કરોડ 39 લાખ 32 હજાર 286 કરવામાં આવી ચૂક્યું છે.