Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 18,800થી પણ વધુ કેસ,સક્રિય કેસો હવે 1 લાખને પાર

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છએ ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ વધતા જ જઈ રહ્યા છે હવે કોરોનાનો આકંડો 19 હજાર સુધી આવી પહોચ્યો છે ત્યારે સરકારે ફલાઈટના 2 ટકા યાત્રીઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવાના રાજ્યો અને કેન્દ્રપ્રદેશોને આદેશ આપ્યા છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન દેશભરમાં 18 હજાર 819 નવા કેસ નોંધાયા છે આ સાથએ જ દેશમાં સક્રિય કેસો હવે 1 લાખને પાર પહોંચી ગયા છે ,દૈનિક નોંધાતા કેસોએ સરકારની ચિંતા વધારી છે,જાણે ફરી કોરોનાના ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે

જો સક્રિય કેસોની વાચ કરીએ તો હાલમાં 1 લાખ 4 હજાર 555 સક્રિય દર્દીઓ જોવા મળે છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 39 લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોમાં 29 ટકાનો વધારો નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં સાજા થનારાની જો વાત કરવામાં આવે ચો આ આંકડો 13 હજાર 827 રહ્યો છે. સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 14,17,217 કોરોના રસી આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ બુધવારે ચેતવણી આપી હતી કે કોરોના બદલાઈ રહ્યો છે, પરંતુ તે સમાપ્ત થયો નથી. સાથે જ કહ્યું કે 110 દેશોમાં કેસ વધી રહ્યા છે.ત્યારે ભારતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી દૈનિક કેસની સંખ્યા વધતી જોવા મળી રહી છે.