1. Home
  2. ગુજરાતી
  3. કોરોનાના કેસ વધતા વેપારીઓએ સેનેટાઈઝ, થર્મોમીટર સહિત સર્જિકલ વસ્તુઓના ભાવ વધારી દીધા
કોરોનાના કેસ વધતા વેપારીઓએ સેનેટાઈઝ, થર્મોમીટર સહિત સર્જિકલ વસ્તુઓના ભાવ વધારી દીધા

કોરોનાના કેસ વધતા વેપારીઓએ સેનેટાઈઝ, થર્મોમીટર સહિત સર્જિકલ વસ્તુઓના ભાવ વધારી દીધા

0
Social Share

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી સેનેટાઈઝ અને થર્મોમીટરની માગ વધી છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા સેનેટાઈઝની બોટલો અને થર્મોમીટરના ભાવમાં વધારો કરી દેવાયો છે. આથી પ્રિન્ટ કરેલી કિંમત કરતા વધુ ભાવ લેતા વેપારીઓ સામે પગલાં ભરવાની માગ ઊઠી છે.

રાજ્યમાં કોરોનાની દિનપ્રતિદિન વધી રહેલી ફોટક સ્થિતિથી ફફડી ઊઠેલા લોકોએ ફરી એકવાર કોરોનાને માત કરી દવા-ગોળીઓની ખરીદી માટે પડાપડી શરૂ કરી છે. એ સ્થિતિમાં તમામ બ્રાન્ડના સેનિટાઇઝરના ભાવમાં ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત તાવ માપવા માટેના થર્મોમીટર અને નાસ લેવાનાં મશીનો એટલે કે, સર્જિ કલ આઇટમોમાં પચીસ ટકા જટેલો ભાવવધારો થયો છે.

કોરોનાથી બચવા વારંવાર સેનિટાઇઝર કે સાબુથી હાથની સફાઈ કરો એવી સરકાર અને ડોક્ટરની સલાહને અનુસરીને લોકો આજકાલ સેનિટાઇઝરનો વધુ જથ્થો ખરીદી રહ્યા છે, પરિણામે ભાવમાં 40 ટકાનો વધારો થવા પામ્યો છે. પહેલા 500 મી.લીની સેનિટાઇઝરની બોટલ રૂપિયા 225 થી 250માં મળતી હતી તેના રૂપિયા 300 થી 325 થયા છે. કોરોના પહેલાં પાંચવનની એક સ્કીમ હેઠળ એટલે કે, 100 મીલીની પાંચ બાટલી ખરીદો તો એક બાટલી મફત આપવામાં આવતી હતી તે હવે બંધ કરાઈ છે. એટલુંજ નહીં નાની બાટલીઓનું વેચાણ નહીવંત કરવામાં આવ્યું છે. જો કે, કેટલાક ઘરગથ્થું સેનિટાઇઝર બનાવતા લોકો પાંચ લિટર સેનિટાઇઝર રૂપિયા 450થી 500માં વેચી રહયા છે, જે ઘરે ડિલિવરી કરવા માટેનો રૂપિયા 100 થી 150 નો વધારાનો ચાર્જ કરે છે. તો બીજી તરફ સર્જિ કલ આઇટમોમાં 25 ટકા ભાવ વધારો થયો છે. જેમાં તાવ માપવા માટેના

થર્મોમીટરની કિંમત રૂપિયા 100 થી 125 હતી તે વધીને રૂપિયા 150 કરવામાં આવી છે. નાસ લેવાનું મશીન અલગ અલગ અલગ બ્રાન્ડમાં વેચાતું હતું તે રૂપિયા 100થી 150 ના બદલે રૂપિયા 200 માં વેચાવા માંડયું છે. પરંતુ આ મશીન સાથે નાસ લેવાની કેપસ્યુલનું વેચાણ ડબલ થયું છે. ફિમિલી ડોટરોએ લખી આપે છે, તે ફેબીફ્લુ ટેબલેટ(ગોળી)ના ભાવમાં અઘોષિત વધારો કરવામાં આવ્યો હોવાની ફરિયાદો ઊઠી છે. 200 એમની 400 ગોળીઓનું પેકેજ રૂપિયા.1600માં મળતું હતું તેના રૂપિયા 1700 બોલાય છે. એમ રૂપિયા 1100માં 34 ગોળીઓનું પેકેટ મળતું હતું તેમાં રૂપિયા 1200 લેવાતા હોવાની બુમરાણ મચી છે. આ ટેબ્લેટ સાથે જથ્રો માઇસીન, વિટામિન ડી, વિટામિન સી અને આર્યુવેદિક ઘનવટી નામની ગોળીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યુ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code