- દેશમાં વધ્યો કોરોનાનો ગ્રાફ
- 24 કલાકમાં નોંધાયા 3 હજાર 699 કેસ
દિલ્હીઃ- દેશભરમાં જ્યારે કોરોનાની ત્રીજી લહેર નબળી થઈ ચૂકી હતી ત્યારે ફરી એક વખત દેશના ઘણા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો જેથી દૈનિક નોંધાતા કેસો ઘીમે ઘઈમે 4 હજારને આસપાસ આવી પહોચ્યા છે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના 3 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે,
જો છેલ્લા 24 કલાની વાત કરીએ તો કોરોનાના કેસોનો ગ્રાફ ઊંચો ગયો છે, આ સમયગાળા દરમિનાન કુલ 3 હજાર 699 નવા કેસો નોંધાયા છે,જેમાં રાજધાની દિલ્હીના કેસો સોંથી વધુ છે ઉલ્લેખનીય છે કે રાજધાનીમાં કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે.
કોરોનાથી થયેલા મૃત્યુની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 5- લોકોના મોત થાય છે,જો કે હવે કેસ વધતાની સાથે દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે વધીને 0.71 ટકા થઈ ગયો છે. સાપ્તાહિક સકારાત્મકતા દર પણ વધીને 0.63 ટકા થયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હાલમાં દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 17 હજારને વટાવી ચૂકી છે. હાલમાં, દેશભરમાં 17 હજાર 801 સક્રિય કેસ જોઈ શકાય છે. સક્રિય કેસ કુલ ચેપના 0.04 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.74 ટકા જોવા મળે છે
જો સાજા થયેલા દર્દીઓની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 2 હજાર 496 દર્દીઓ સાજા થયા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ, 25 લાખ, 30 હજાર, 622 લોકોએ આ મહામારીને માત આપી છે.