Site icon Revoi.in

દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી થયો વધારોઃ 24 કલાકમાં જ નોંધાયા 34 હજારથી વધુ કેસ

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, દિવસેને દિવસે ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે તો બીજી તરઉ રોજેરોજ નોંધાતા કોરોનાના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે, છેલ્લા 24 કલાકમાં જ દેશમાં કોરોનાનો આંકડો 33 હજારને પાર નોંધાતા ચિંતા વધી છે.

આ જોતા એમ કહી શકાય કે ભારતમાં કોરોનાવાયરસના કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે. કોરોના અને તેના નવા પ્રકાર ઓમિક્રોનેઅનેક  રાજ્યોની ચિંતા વધારી દીધી છે. રાજ્યો કોરોનાને કાબૂમાં લેવા માટે નિયંત્રણો કડક કરી રહ્યા છે. દરમિયાન, સોમવારે દેશભરમાં કોરોનાના 33 હજાર 750 નવા કેસ નોંધાયા હતા. આ એક દિવસ પહેલા નોંધાયેલા કેસો કરતાં 22.5 ટકા વધુ જોઈ શકાય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જારીકરેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 123 લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન સક્રિય કેસોમાં પણ વધારો થયો છે કારણ કે નવા કેસો કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળી છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને દોઢ લાખ આપસાપ થવાને આરે છે, હાલ એક્ટિવ કેસો 1 લાખ 45 હજાર 582 થી ચૂક્યા છે.

આ સાથે જ  જો કોરોનાથી સાજા થયેલાની વાતચ કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 10 હજાર 846 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,42,95,407 લોકો કોરોના સંક્રમણમાંથી સાજા થયા છે.હાલમાં  કોરોનાનો રિકવરી રેટ 98.20 ટકા નોંધાછે,યો છે. જો સંક્રમણ દરની વાત કરીએ તો, દૈનિક સંક્રમણ દર 3.84 જોવા મળે જ્યારે સાપ્તાહિક સંક્રમણ દર હવે 1.68 ટકા  જોઈ શકાય છે.