દિલ્હી:રાજધાની દિલ્હીમાં H3N2 કેસ વધવાની સાથે જ કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. સોમવારે, આ વર્ષમાં પ્રથમ વખત, 10 થી વધુ કેસ નોંધાયા.સંક્રમણ દર પણ ત્રણ ટકાથી વધુ હતો.તબીબોના મતે હવે ગભરાવાની જરૂર નથી.H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસ વધુ મજબૂત બન્યો છે, જેના લક્ષણો કોરોના જેવા જ છે. જો કે, તે ખૂબ અસરકારક નથી.
દિલ્હીના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે કોરોનાના 13 નવા કેસ નોંધાયા હતા. આ આંકડો આ વર્ષમાં સૌથી વધુ છે.અગાઉ 29 ડિસેમ્બરે 11 કેસ નોંધાયા હતા.દિલ્હીમાં રવિવારે 401 લોકોની કોરોના તપાસ કરવામાં આવી હતી, જેમાં 3.24 ટકા લોકો કોરોના સંક્રમિત જોવા મળ્યા હતા.
જ્યારે 14 દર્દીઓને રજા આપવામાં આવી હતી. રાહતની વાત એ છે કે કોરોનાને કારણે કોઈ દર્દીનું મોત થયું નથી. દિલ્હીમાં કોરોનાના 38 સક્રિય દર્દીઓ છે. જેમાંથી 20 દર્દીઓ ઘરોમાં જ્યારે પાંચ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. આ પાંચ દર્દીઓમાંથી બે દર્દી આઈસીયુમાં છે જ્યારે એક ઓક્સિજન સપોર્ટ પર છે.