દિલ્હીમાં કોરોનાનો કહેરઃ સકારાત્મકતા દર 4 ટકા પર પહોંચ્યો, ફરી લાગી શકે છે અનેક પ્રતિબંઘ
- દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા
- સંક્રમણ દર 4 ટકા પર પહોંચ્યો
- 20 એપ્રિલે યોજાશએ ખાસ બેઠક
દિલ્હી- એક બાજૂ જ્યાં દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે ત્યા ફરી કેટલાક રાજ્યોમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે ગાઝિયાબાદ,હરિયાણા બાદ હવે દિલ્હીમાં દૈનિક કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે,
દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના સતત વધી રહેલા કેસને લઈને ચિંતા વધી ગઈ છે. શુક્રવારે દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 366 નવા કેસો નોંધાયા હતા, જ્યારે કોરોના પોઝિટીવીટી રેટ વધીને 3.95 ટકા પર પહોંચી ગયો છે.આ પોઝીટીવીટી દર આ વર્ષે 3 ફેબ્રુઆરી પછી સૌથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોનાના નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. ગુરુવારે દિલ્હીમાં કોરોનાના 325 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને 20 એપ્રિલે DDMAની બેઠક બોલાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના નાયબ સીએમ મનીષ સિસોદિયાએ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, પરંતુ તેમણે કહ્યું કે અત્યારે ચિંતા કરવાની કોઈ જરુર નથી. હજુ સુધી એ જાણવાનું બાકી છે કે તે જૂનો પ્રકાર છે કે નહીં. આ જીનોમ સિક્વન્સિંગ દ્વારા જાણી શકાશે.
આ સાથે જ તેમણે કહ્યું હતું કે જો કોઈ શાળામાં એક પણ કેસ છે તો અમે તેના પર નજર રાખીએ છીએ.દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને શિક્ષણ નિર્દેશાલય એ શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
આ સાથે જ DoEની સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, જો શાળામાં કોરોનાનો કોઈ કેસ પ્રકાશમાં આવે તો તરત જ શિક્ષણ નિયામક કચેરીને જાણ કરવામાં આવે અને સમગ્ર શાળા અથવા સમગ્ર વિંગને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવે.તેવી સૂચના આપવામાં આવી છે.