Site icon Revoi.in

રેલ્વેમાં કોરોનાનો કહેર  – માત્ર એક જ અઠવાડિયામાં રેલ્વેના 127 કર્મીઓ કોરોનાગ્રસ્ત

Social Share

દેશભરમાં જ્યા કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યા હવે રેલ્વે કર્મચારીઓ પણ કોરોના સંક્રમણની ઝપેટમાં આવતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ આરોગ્યકરર્મીઓ પમ કોરોનાગ્રસ્ત થી રહ્યા છે, ત્યારે છેલ્લા એક જ અઠવાડિયામાં રેલ્વેના 127 કર્મીઓ કોરોના ગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે.

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં 127 રેલવે અધિકારી-કર્મચારીઓ કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. તેમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કક્ષાના મલ્ટી ટાસ્ક સ્ટાફનો પણ સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ આવતા લોકોમાં મોટી સંખ્યામાં રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો અને ઈન્સ્પેક્ટરોનો સમાવેશ થાય છે. આ સાથે તમામ ડિરેક્ટોરેટના વડાઓને તમામે તમામ કર્મચારીઓને વેક્સિનના બન્ને ડોઝ  અપાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

રેલવે મંત્રાલયે શુક્રવારે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ આવેલા રેલવે અધિકારીઓ-કર્મચારીઓની યાદી જાહેર કરી છે. જેમાં રેલ્વે મંત્રાલયમાં નામ, હોદ્દો, રૂમ નંબર, ઘરનું સરનામું, મોબાઈલ નંબર અને ડ્યુટીનો છેલ્લો દિવસ, રેલ ભવનમાં રૂમ નંબરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેઓ 7 જાન્યુઆરી, 2022 સુધી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

રેલ્વે અધિકારીએ જણાવ્યું કે કોરોના ટેસ્ટમાં પોઝિટિવનો રિપોર્ટ 7 જાન્યુઆરીએ આવ્યો છે અને 95 ટકા સંક્રમિત કર્મચારીઓ 7 જાન્યુઆરીએ રેલ ભવન ખાતે ફરજ પર આવ્યા છે. આ કારણે તેના રૂમમાં અને તેને મળવા આવનારાઓમાં કોરોના સંક્રમણ ફેલાવાનો પૂરેપૂરો ભય છે. કારણ કે પોઝિટિવ આવેલા કર્મચારીઓ જ્યા બેસતા હોય છે ત્યા સેંકડો લોક આવતા હોય છે અને કર્મીઓ પણ ઘણા લોકો સાથે સંપર્કમાં આવ્યા હોય છે જેથી આ આકંડો વધી શકે છે.