કોરોના સંકટઃ દુનિયાના 14 કરોડ બાળકો સ્કૂલના પ્રથમ દિવસની યાદગાર ક્ષણથી રહ્યાં વંચિત
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારી સામે લડત લડી રહ્યાં છે. આ દરમિયાન બાળકોના શિક્ષણ, વેપાર-ધંધા અને જનજીવનને વ્યાપક અસર થઈ છે. દરમિયાન લગભગ 14 કરોડ જેટલા બાળકો સ્કૂલના પ્રથમ દિવસની યાદગાર ક્ષણથી વંચિત રહી ગયા છે. યુનિસેફના રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં વૈશ્વિક સ્તરે સ્કૂલો સરેરાશ 79 શિક્ષણ દિવસો માટે પુરી રીતે બંધ રહી હતી. તેમજ નાના બાળકો માટે હજુ સુધી સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું નથી.
રિપોર્ટ અનુસાર 14 કરોડ છાત્રોમાંથી અંદાજે 80 લાખ માટે વ્યક્તિગત રીતે શીખવાના પહેલા દિવસની રાહ એક વર્ષથી વધુ સમયથી જોઈ રહ્યાં છે. યુનિસેફના કાર્યકારી નિર્દેશક ફોરે જણાવ્યું હતું કે સ્કુલનો પ્રથમ દિવસ એક બાળકના જીવનમાં ઐતિહાસિક ક્ષણ હોય છે. આપણામાંથી મોટાભાગના લોકો જિંદગીના અગણીત નાની બાબતો યાદ કરી શકીએ છીએ. આપણે કયા કપડા પહેર્યા, શિક્ષકનું નામ, બાજુમાં કોણ બેસતુ વગેરે યાદ રાખીએ છીએ. લાખો બાળકો માટે તે મહત્વપૂર્ણ દિવસને અનિશ્ચીત કાળ માટે સ્થગીત કરી દેવાયો હતો. વર્ષ 2020માં વૈશ્વીક રૂપે સરેરાશ 79 શિક્ષણ દિવસ સ્કુલ પુરી રીતે રહી હતી. 16.80 કરોડ બાળકો માટે સ્કુલ મહામારી શરુ થયા બાદ એક વર્ષથી બંધ છે. યુનિસેફે સરકારોને વ્યક્તિગત રીતે શીખવા માટે ઝડપથી સ્કુલો ખોલવાનો આગ્રહ કર્યા છે. વિશ્ર્વ બેન્ક અને યુનેસ્કો સાથે યુનિસેફે સરકારોને ફરીથી સ્કુલો ખોલવા માટે ત્રણ મુખ્ય પ્રાથમીકતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું આહવાન કર્યું છે.
(Photo-File)