Site icon Revoi.in

કોરોનાનું સંકટઃ પશ્ચિમ બંગાળ અને હિમાચલની બે સ્કૂલમાં 52 વિદ્યાર્થી કોરોના સંક્રમિત

Social Share

દિલ્હીઃ ભારતમાં ઓમિક્રોનનો ખતર સતત વધી રહ્યો છે. બીજી તરફ કોરોના કેસમાં પણ મૃત્યુઆંકમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દિવાળી બાદ દેશના વિવિધ રાજ્યોમાં સ્કૂલોમાં ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન પશ્ચિમ બંગાળ અને હિમાચલ પ્રદેશમાં બે સ્કૂલમાં કોરોના બોમ્બ ફુટ્યો છે. બંને સ્કૂલમાં 52 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. બે રાજ્યોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ભય ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળના નાદિયામાં આવેલી એક સ્કૂલના 29 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થીઓ ધો-9થી 12ના હોવાનું જાણવા મળે છે. સ્કૂલમાં એક સાથે 29 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન હિમાચલના બિલાસપુરની એક શાળામાં 23 બાળકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આમ બે રાજ્યોમાં 52 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ બંને રાજ્યોમાં ઓનલાઈન વર્ગો બંધ કરીને ઓફલાઈન વર્ગો શરૂ કરવા માંગણી કરી રહ્યાં છે. કોરોના સંક્રમિત થતા વિદ્યાર્થીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર શહેરમાં જ 18થી વધારે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હતા. આમ દેશના વિવિધ રાજ્યોમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થતા શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

(Photo-File)