અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પડી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનની સુવિધા પુરી પાડવામાં આવી છે. પરંતુ દેશના 56 ટકા બાળકો પાસે ઓનલાઈન એજ્યુકેશન માટે પુરતી સુવિધા નહીં હોવાનું જાણવા મળે છે. દેશના 15 રાજ્યોમાં કરેલા સર્વે આ ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે.
દેશમાં 56 ટકા વિદ્યાર્થીઓ સાધન અને સુવિધાઓ ન હોવાથી ઓનલાઇન અભ્યાસ ન કરી શક્યા. જ્યારે જનરલ પ્રમોશન થવાથી આ બાળકો અભ્યાસ વિના જ આગામી ધોરણમાં પ્રમોટ થઈ ગયા છે શિક્ષણવિદોના જણાવ્યા અનુસાર જો આવા બાળકોના અભ્યાસની ખાસ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તે પછાત રહી જશે. સરવેવાળા રાજ્યોમાંથી અમુકમાં એવા બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઇ છે.
સ્કૂલ ચિલ્ડ્રન્સ ઓનલાઇન એન્ડ ઓફલાઈન લર્નિંગ સરવેના રિપોર્ટ મુજબ સ્કૂલો બંધ થવાથી મોટું એ નુકસાન થયું છે કે 75 ટકા બાળકોના અભ્યાસની ક્ષમતા ઘટી ગઈ છે. શહેરી વિસ્તારોમાં 19 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 38 ટકા બાળકો ઓનલાઇન અભ્યાસ કરી શક્યા નથી. ગ્રામીણ વિસ્તારોમાં 8 ટકા અને શહેરી વિસ્તારોમાં 24 ટકા બાળકો જ નિયમિત ઓનલાઇન ક્લાસ કરી રહ્યા છે. અનેક બાળકો પણ નિયમિત અભ્યાસ નથી કરી શક્યા જેમના પરિવારમાં ફક્ત એક સ્માર્ટફોન છે અને તેનો ઉપયોગ પરિવારના વર્કિંગ સભ્યો કરે છે.
સરવે ટીમના સભ્ય અને આઈઆઈટી દિલ્હીના એસોસિએટ પ્રોફેસર રિતિકા ખેડાના જણાવ્યા અનુસાર, જે બાળક લૉકડાઉનથી પહેલા ત્રીજા ધોરણમાં ભણતા હતા તે પાંચમાં ધોરણમાં પહોંચી ગયા છે પણ તેમનો અભ્યાસનો સ્તર પહેલા કે બીજા ધોરણનો છે. જે બાળકો પાસે ઓનલાઇન અભ્યાસની સુવિધા હતી તે આગળ નીકળી ગયા. કેન્દ્ર અને રાજ્યોએ પોત-પોતાના બોર્ડમાં બ્રિજ કોર્સ શરૂ કરવા જોઈએ જેનાથી બાળકો ક્લાસથી છૂટીને અભ્યાસ કરી શકે.
NCERTના પૂર્વ ડિરેક્ટર જે.એસ.રાજપૂતના જણાવ્યા અનુસાર સાધન અને સુવિધાઓને લઈને સમાજમાં ગેપ કોરોનાકાળમાં વધ્યો છે, આગળ હજુ વધશે. નિવૃત્ત શિક્ષક કે અન્ય જે મફત ભણાવવા ઈચ્છે તેમને રાખવાનો પ્રિન્સિપાલને અધિકાર મળવો જોઈએ.