- મુખ્યમંત્રી કેજરિવાલે કરી સમીક્ષા બેઠક
- દિલ્હીમાં અન્ય નિયંત્રણો પણ મુકાયાં
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ઓમિક્રોનનો ભય ફેલાયો છે. આ ઉપરાંત કોરોનાના ડેલ્ટા વોરિએન્ટના કેસમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને કોરોનાના વધતા કેસને લઈને નાઈટ કરફ્યુ સહિતના નિયંત્રણો લેવા સૂચન કર્યું હતું. દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના વધતા કેસ જોતા દિલ્હી સરકારે ક્રિસમસ અને નવા વર્ષના અવસરે ઉજવણી કરવા પર પ્રતિબંધ લગાવ્યુ છે. સરકારે અત્યાર સુધી સમારોહમાં શામેલ થવાની લોકોની કેપિસિટી નક્કી કરી નથી. પરંતુ તમામ સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, ધાર્મિક, સાંસ્કૃતિક અને તહેવાર સંબંધિત ઉજવણીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યાનું મનાઈ રહ્યું છે. 50 ટકા ક્ષમતાવાળા રેસ્ટોરાં અને બાર ખોલવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઓમિક્રોનને લઈને સમીક્ષા બેઠક કરી હતી. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાની સાથે એમિક્રોનના કેસ પણ વધી રહ્યાં છે. દરમિયાન દિલ્હીના ડીડીએમએએ ક્રિસમિસ અને નવા વર્ષની ઉજવણી ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. લગ્ન અને અન્ય પ્રસંગમાં 200 લોકો જ સામેલ થઈ શકશે. તેમજ જે સ્થળો ઉપરથી કોરોના ફેલાવવાની શકયતા છે તેવા સ્થળો શોધવાની પણ તાકીદ કરવામાં આવી છે. તેમજ કોવિડ પ્રોટોકોલનો કડકાઈથી પાલવ કરાવવા નિર્દેશ કર્યાં છે. હોટ સ્પોટવાળા સ્થલો ઉપર ટેસ્ટ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ અભિયાન ચલાવવામાં આવશે. દિલ્હીમાં જે રીતે કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.