દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. કોરોનાને નાથવા માટે એક માત્ર રામબાદ કોવિડ-19ની રસી છે. જેથી કેન્દ્ર સરકાર તથા વિવિધિ રાજ્ય સરકારો દ્વારા રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં 37.21 કરોડ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં છે.
ભારતમાં કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં નવા 42766 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. બીજી તરફ સક્રિય કેસનું ભારણ ઘટ્યું છે. બીજી તરફ 24 કલાકમાં 45,254 દર્દીઓ સાજા થયા હતા. રિકવરી રેટ વધીને 97.20 ટકા ઉપર પહોંચ્યો છે. હાલ દેશમાં લગભગ 4.55 લાખ લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 2,99,33,538 દર્દીએ કોરોનાને મહાત આપી છે. સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5 ટકા કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.34 ટકા છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અત્યાર સુધીમાં 42.90 કરોડ લોકોનું પરિક્ષણ કરવામાં આવ્યું છે.
દેશમાં કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બરમાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તે પહેલા મોટાભાગનું રસીકરણ થઈ જાય તેવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કોવિડ-19ની રસીનું ઉત્પાદન વધારવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ રસીનો ખોટો બગાડ નહીં કરવા માટે અપીલ કરવામાં આવી હત.