કોરોના સંકટઃ ઘરવિહોણા અને ભિક્ષુકોને પણ હવે વિક્સિનથી કરાશે સુરક્ષીત
- કેન્દ્ર સરકારે વિવિધ રાજ્ય સરકારોને લખ્યો પત્ર
- SCએ માનવીય અભિગમ અપનાવવા કરી તાકીદ
- ગરીબીના ના હોય તો કોઈ ભીખ માંગવા ઈચ્છતુ નથી:SC
દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવા માટે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ઘરવિહોણા અને ભિક્ષુકોને પણ કોરોનાથી રસી આપીને સુરક્ષિત કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ફટપાથ પર રહેતા લોકો અને ભિક્ષુકોના વેકસીનેશન માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલનમાં વિશેષ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો છે. આ અંગે તમામ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને જાણ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સર્વોચ્ચ અદાલતમાં તાજેતરમાં જ ઘરવિહોણા અને ભિક્ષુકોના રસીકરણ બાબતે સુનાવણી યોજાઈ હતી. જેમાં કોર્ટે કહ્યું હતું કે, રસ્તા અને સિગ્નલ ઉપરથી ભિખારીને હટાવવાનો આદેશ કરી શકાતો નથી. જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટિસ એમ.આર. શાહની ખંડપીઠે કહ્યું કે જો ગરીબી ન હોત તો કોઈ ભીખ માંગવા ઇચ્છતું નથી. ભીખ માંગવાનું કારણ ગરીબી છે. આપણે આ અંગે માનવીય વલણ અપનાવવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે ગરીબી ભીખ માંગવા વ્યકિતને મજબૂર કરે છે ત્યારે કોર્ટ આવું કડક વલણ અપનાવી શકતી નથી. આ એક સામાજિક-આર્થિક સમસ્યા છે અને રાષ્ટ્ર્રીય રાજધાનીમાં શેરીમાં રહે ભિક્ષુકોના વેકસીનેશન અંગે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ.