- નર્સિંગના ફાઈનલ વર્ષની પરીક્ષા લેવાશે
- મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળી બેઠક
- બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામરીને પગલે રાજ્ય સરકાર દ્વારા ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે, હવે કોરોનાના કેસ ઘટતા શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન નર્સિંગના ફાઈનલ વર્ષના સિવાયના તથા આઈટીઆઈના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને કોર કમીટીની બેઠક મળી હતી. જેમાં ઔદ્યોગિક તાલીમસંસ્થાઓ- આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતુ માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત નર્સિંગના અભ્યાસક્રમમાં ફાઇનલ વર્ષની પરિક્ષા લેવાશે. જ્યારે અન્ય વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. આ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં નર્સિંગ ફાઇનલ યર સિવાયના વર્ષના નર્સિંગના વિદ્યાર્થીઓને અને આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થીઓને આ એક વર્ષ માટે માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે આ વર્ષે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર ભારે અસર પડી છે. આખુ વર્ષ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. જો કે, માર્ચ-એપ્રિલમાં પરીક્ષા પહેલા કોરોનાના કેસમાં વધારો થતા પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જ નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. કોરોનાના કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે.