- અનેક લોકોએ નોકરીઓ ગુમાવી
- ઈએમઆઈ નહીં ભરનારાઓની સંખ્યામાં વધારો
- બાઉન્સ ચેકના કેસ વધ્યાં
દિલ્હીઃ કોરોના મહામારીની પ્રથમ લહેરમાં લોકડાઉનને પગલે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ હતી. દરમિયાન બીજી લહેરમાં પણ દિલ્હી સહિતના રાજ્યોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય રાજ્યોમાં આંશિક લોકડાઉન તથા કરફ્યુનો અમલ કરીને આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાં હતા. જેના કારણે અનલોકમાં ધીમે-ધીમે પાટે ચડેલા વેપાર-ધંધાને ફરી એકવાર અસર થઈ છે. લોકડાઉનના કારણે ઉદ્યોગ ધંધા બંધ થવાથી દેશમાં બેરોજગારી ફરી એકવાર વર્ષના ઉચ્ચતમ સ્તરની નજીક પહોંચી છે.
સેન્ટર ફોર મોનીટરીંગ ઈન્ડીયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના અહેવાલ અનુસાર 16 મેના પૂરા થયેલા સપ્તાહમાં ગ્રામીણ બેરોજગારી ગત બે ગણી વધીને 14.34 ટકા થઈ ગઈ છે. જ્યારે શહેરી બેરોજગારી પણ 11.72 ટકાથી વધીને 14.71 ટકાએ પહોંચી ગઈ હતી. ગત વર્ષ જૂનમાં ગ્રામીણ બેરોજગારી 17.51 ટકાએ પહોંચી ગઈ હતી. કોરોનાકાળમાં નોકરી ગુમાવવાથી લાખો લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. જરૂરી ખર્ચને પહોંચી વળવા લોકો પીએફમાંથી સહારો લઈ રહ્યા છે. આ કારણે 1 એપ્રિલ 2020થી અત્યાર સુધીમાં 3.5 કરોડ લોકોએ પોતાના પીએફ ખાતામાંથી પૈસા કાઢયા છે. એટલું જ નહીં કોરોનાની બીજી લહેર બાદ મે મહિનામાં ઈએમઆઈ ન ભરનારાઓની સંખ્યામાં લગભગ 50 ટકા સુધીનો વધારો થયો છે. એટલું જ નહીં બાઉન્સ ચેકના કેસમાં પણ વધારો થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે દેશના મોટાભાગના રાજ્યોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે. તેમજ સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને