કોરોના સંકટઃ હરિયાણામાં લોકડાઉન 6 ઓગસ્ટ સુધી વધારાયું
દિલ્હીઃ દેશમાં કેરલ સહિતના કેટલાક રાજ્યોમાં કોરોનાએ અજગર ભરડો લીધો છે અને મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન કોરોનાને પગલે હરિયાણામાં તા. 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વદારવાનો સરકારે નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગોવામાં પણ રાત્રિ કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ ભારતના કેરલમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. આવી જ રીતે મહારાષ્ટ્રમાં કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ બંને રાજ્યોમાં 24 કલાકમાં 200 વ્યક્તિઓના મોત થતા સરકારની ચિંતામાં વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા લોકડાઉન અને કર્ફ્યુ અંગેનો નિર્ણય લેવાની સતા રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. હરિયાણામાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ આવતા હોવાથી સંક્રમણને અટકાવવા માટે તા. 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉનને લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગોવામાં પણ કોરોના કેસમાં વધારો થતા રાત્રી કર્ફ્યુ ને 31 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 145 દર્દીઓના મૃત્યુ થઈ ગયા છે અને ટેસ્ટિંગ ની કાર્યવાહી હજુ પણ યથાવત રાખવામાં આવી છે અને કડક નિયંત્રણો અનેક જિલ્લાઓમાં યથાવત રાખવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને ડામવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાનને વધારે તેજ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રસીનું ઉત્પાદન વધારવા માટે પણ કંપનીઓને નિર્દેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે.