કોરોના સંકટઃ અત્યાર સુધીમાં 3.23 કરોડથી વધારે દર્દીઓ થયા સાજા, હાલ 3.91 લાખ એક્ટિવ કેસ
દિલ્હીઃ ભારતમાં 24 કલાકમાં 65,27,175 રસી ડોઝના આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને રસીકરણમાં સાંકળી લેવાયાં છે. 21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે.
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,23,74,497 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 24 કલાકમાં વધુ 32,198 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા. આમ ભારતનો રિકવરી દર લગભગ 97.49 ટકા ઉપર પહોંચ્યો છે. તેમજ હાલ લગભગ 3.91 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને 24 કલાકમાં દેશમાં 15,92,135 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 54.01 કરોડથી વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.26% છે જે છેલ્લા 78 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.10% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 96 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાનના ભાગ રૂપે, ભારત સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિના મૂલ્યે કોવિડ-19 રસી આપીને સમર્થન આપી રહી છે. કોવિડ-19 રસીકરણ અભિયાનના સાર્વત્રિકરણના નવા તબક્કામાં, કેન્દ્ર સરકાર દેશમાં રસી ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત 75 ટકા રસી રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને (વિના મૂલ્યે) પહોંચાડશે અને સપ્લાય કરશે. અત્યાર સુધીમાં 72 કરોડથી વધારે લોકોને રસી પુરી પાડવામાં આવી છે. આ ઉપરાંત હાલ વિવિધ રાજ્યો પાસે 5.75 કરોડથી વધારે ડોઝ પડ્યાં છે.