Site icon Revoi.in

કોરોના સંકટઃ દેશમાં સાત દિવસમાં 6200થી વધારે બાળકો સંક્રમિત થયાં

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેની શરૂઆત થઈ ચુકી હોય તેમ 24 કલાકમાં એક લાખથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. હજુ પોઝિટિવ કેસમાં વધારો થવાનું તબીબો માની રહ્યાં છે. જો કે, આ લહેર કોરોનાની બીજી લહેર જેટલી ગંભીર નથી. તેમ છતા જોખમ યથાવત છે. કોરોનાની આ લહેરમાં બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે. સાત દિવસના સમયમાં 6200થી વધારે બાળકો કોરોના સંક્રમિત થયાં હોવાનું જાણવા મળે છે.

નિષ્ણાંતોએ કહ્યું હતું કે, કોરોનાના મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે એટલું જ બાળકો પણ સંક્રમિત થઈ રહ્યાં છે જો કે, હજુ કોરોનાના ગંભીર લક્ષણો જોવા મલ્યાં હતા. મોટાભાગના દર્દીઓ હાલ ઘરમાં જ સારવાર લઈ રહ્યાં છે. બાળકોમાં સંક્રમણ ફેલાતા કેન્દ્ર અને રાજ્ય સરકારો ભારે ચિંતાતુર થઇ છે અને વાલીઓને એવી અપીલ કરવામાં આવી છે કે બાળકોને લહેરમાં બચાવવા માટે શક્ય એટલા બધા જ પ્રયાસ કરવાના રહેશે. કોરોનાવાયરસની પહેલી અને બીજી લહેર દરમિયાન બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થયા ન હતા પરંતુ ત્રીજી દરમિયાન એમના પર જોખમ વધી ગયું છે તેમ નિષ્ણાંતો માને છે. એકલા ગુરુગ્રામ શહેરમાં સેંકડો બાળકો સંક્રમિત થયા હોવાના અહેવાલો બહાર આવ્યા છે.

દસ વર્ષથી નીચેની વયના બાળકો મોટી સંખ્યામાં સંક્રમિત થયા છે અલગ-અલગ રાજ્યોના અલગ-અલગ શહેરોમાં બાળકો સંક્રમિત થઇ રહ્યાના અહેવાલો મળી રહ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારોને આ બાબતમાં ગંભીરતા સાથે આગળ વધવાની સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર કર્ણાટક અને કેરળમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત થયાના અહેવાલો મળ્યા છે અને ઘરે એમની સારવાર કરવામાં આવી રહી છે.