- અમરનાથ યાત્રા પર કોરોનાનું સંટક
- છેલ્લા 1 મહિનાથી પંજીકરણ સાઈડ બંધ કરવામાં આવી છે
દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં વિતેલા ર્ષ દરમિયાનથી જ કોરોના મહામારીનું સંટક વર્તાઈ રહ્યું છે,કોરોનાના કારણે અનેક યાત્રાઓ, રમતજગત, મનોરંજન જગત પર માઠી અસર પડેલી જોઈ શકાય છે,ત્યારે આજ શ્રેણીમાં શ્રી અમરનાથ યાત્રા પણ જનારા લોકો પર કોવિડના બીજા વર્ષે સંકટનો સામનો કરી રહ્યા છે.
દેશના જુદા જુદા ભાગોમાં કોરોનાના સચચ વધેલા કેસોને ધ્યાનમાં લઈને એક મહિનાથી વધુ સમયથી બંધ રહેલી એડવાન્સ પેસેન્જર નોંધણી પ્રક્રિયાને પુનઃસ્થાપિત કરવામાં આવી નથી. આ યાત્રા શરૂ થવા માટે હજી એક મહિનાનો સમયગાળો બાકી છે, પરંતુ કોવિડને કારણે તૈયારીઓ પૂર્ણ થઈ નથી. બોર્ડના અધિકારીઓ મુસાફરીની યોજના અંગે સ્પષ્ટ વલણ દાખવા જોવા મળ્યા નથી, પરંતુ જો આ વખતે કેસ વધવાનું ચાલુ રહેશે અને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાશે તો ચોક્કસ અમરનાથ યાત્રા પર કોરોનું સંટક સ્થાપિત થશે.
આ વર્ષ દરમિયાન આવતા મહિના 28 જૂનથી શરૂ થનારી આ યાત્રા 56 દિવસના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે, પરંતુ એપ્રિલના અંતિમ સપ્તાહમાં કોવિડના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને એડવાન્સ પેસેન્જર નોંધણી અનિશ્ચિત મુલતવી રાખવામાં આવી છે. આ સાથે જ ઓનલાઇન એડવાન્સ નોંધણી સેવા પણ શરૂ કરવામાં આવી હતી. આ વખતે બો દ્રારા ર્ડ 6 લાખ મુસાફરોની અપેક્ષા રાખવામાં આવી હતી, મુસાફરીના માર્ગ પર દૈનિક મુસાફરોની સંખ્યા 7 હજાર 500 થી વધારીને 10 હજાર કરવામાં આવી હતી.
આ સાથે મુસાફરોની સુવિધા માટે શ્રીનગરથી બાલટાલ સુધી હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની પણ તૈયારી કરવામાં આવી હતી, જેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પ્રથમ વખત બાલટાલથી ડોમલ સુધી નિશુલ્ક બેટરી કાર સેવા રજૂ કરવાની દરખાસ્ત કરવામાં આી છે.
કોવિડ કેસોને ધ્યાનમાં લેતા, લંગર ચલાવતા સંગઠનોને એપ્રિલ સુધી પ્રક્રિયા ચાલુ હોવા છતાં મંજૂરી હજુ સુધી આપવામાં આવી નથી. જેમાં જૂનના મધ્યભાગ સુધીમાં લંગર સંગઠનો મુસાફરીના માર્ગ ઉપર આવવાનું શરૂ કરી દે છે. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે કોરોનાના કેસો પર હજી પણ નજર રાખવામાં આવી રહી છે. જેમાં આ યાત્રા અંગે કોઈ યોજના નક્કી કરવામાં આવી નથી. આખરી નિર્ણય બોર્ડ મીટિંગમાં જ લેવામાં આવશે.