દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ડેલ્ટા વેરિએન્ટના સાથે ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશની જનતાને સાવચેત અને સતર્ક રહેવા માટે વિનંતી કરી છે. દરમિયાન મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્યએ માસ્કને અપગ્રેડ કરવા સૂચન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, સાચા ફિટીંગના માસ્કની સાથે એન-92 અને એફએફપી2 માસ્કનો ઉપયોગ કરવા સુચન કર્યું છે. આ ઉપરાંત N95 અથવા FFP2 માસ્ક લગભગ 95 ટકા સુધી એરબોર્ન વાયરસ પાર્ટિકલ્સને નેઝલ એરવેમાં ઘુસતા રોકી નાખે છે પરંતુ સર્જિકલ માસ્કથી સંક્રમણ સારી રીતે રોકી શકાતું નહીં હોવાનો દાવો કર્યો છે.
INSACOG સભ્ય CSIRIGIBના મુખ્ય વૈજ્ઞાનિક વિનોદ સકારીયાએ જણાવ્યું કે સાચા ફિટિંગનું માસ્ક પહેરવું જરુરી છે. ખાસ કરીને હાઈ રિસ્ક વાળા ગ્રુપ અને કો-મોર્બિડિટીઝ લોકોમાં આવા માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. મહારાષ્ટ્ર સ્ટેટ ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર શશાંક જોશીએ કહ્યું કે, કોવિડ હવામા ડ્રોપલેટ્સ દ્વારા ફેલાનાર વાયરસ છે. તેનાથી બચવા માટે સાચા ફિટિંગનું માસ્ક પહેરવું જરુરી છે. જો કોઈ કાપડનું માસ્ક પહેરે તો તેને સર્જિકલ 3 માસ્ક જરુરથી પહેરવુ જોઈએ જેથી કરીને પૂરતી સુરક્ષા થઈ શકે. વુહાનના ઓરિજનલ સ્ટ્રેનની સંક્રમત્તા 3.5 હતી જે ડેલ્ટામાં વધીને 6 થઈ ગઈ અને ઓમિક્રોનના 9 છે. તેમણે વધુમાં કહ્યું હતું કે,
ડેલ્ટા અને ઓમક્રોનની સંક્રમકતા વધારે હોવાથી હેલ્થકેર અને ભીડભાડવાળી જગ્યાએ N95 અથવા FFP2 માસ્ક પહેરવું જરુરી છે. માસ્કનું ફીટિંગ પણ સાચું હોવું જોઈએ. જો નાક અને મોં બંધ હોય પછી માસ્કમાં ગેપ થઈ જાય છે જે સંક્રમણનું કારણ બની શકે છે.