કોરોના સંકટઃ હવે પાટણમાં પણ ઓમિક્રોન લેબોરેટરીમાં ટેસ્ટ થશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે, હવે ઉત્તર ગુજરાતના કોરોના દર્દીઓના ઓમિક્રોન રિપોર્ટ પાટણમાં થશે. પાટણમાં ઓમિક્રોન લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. જેથી ઉત્તર ગુજરાતના દર્દીઓને ઓમિક્રોનના રિપોર્ટ માટે રાહ જોઈ નહીં પડે અને ઝડપથી ટેસ્ટીંગ થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાટણમાં સ્થિત HNGUમાં ઓમિક્રોન ટેસ્ટિંગ લેબોરેટરી તૈયાર થતા હવે ઓમિક્રોનનું ટેસ્ટીંગ ઝડપી થશે. ઓમિક્રોન, RTPCR ટેસ્ટિંગ સહિતના તમામ મેડિકલ ઇક્વિપમેન્ટ આ લેબમાં ફીટ કરાયા છે. ઉત્તર ગુજરાતના 5 જીલ્લાને આ ઓમિક્રોન લેબોરેટરીનો મળશે લાભ. હવે આ જિલ્લાના દર્દીઓ સેમ્પલ ગાંધીનગર નહીં મોકલવા પડે. એટલું જ નહીં ઓમિક્રોનનું ટેસ્ટિંગ પણ ઝડપી થશે. ખાસ તો આ લેબથી 24 કલાકમાં જ RTPCR રિપોર્ટ મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસમાં રોકેટ ગતિએ વધારો થયો છે. જેથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે.