દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે. કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારોએ સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ પણ કરી લીધી છે. બીજી તરફ રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કોવેક્સિન નામની રસી કોરોનાના ડેલ્ટાના ત્રણેય મ્યુટેશન સામે રક્ષણ આપે છે. ICMR એ કોવેક્સિન લેનાર 25,798 લોકોનો સ્ટડી કર્યો ત્યારે તેને જણાયું કે કોવેક્સિન કોરોનાના તમામ વેરિયન્ટની સામે કારગર છે. આ લોકોને 63.6 ટકા રક્ષણ આપે છે. રસીના બન્ને ડોઝ લીધા બાદ ડેલ્ટા વેરિયન્ટની સામે સંપૂર્ણ સુરક્ષા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન એપ્રિલથી અત્યાર સુધીમાં ડેલ્ટાના ચાર વેરિયન્ટ સામે આવ્યું છે. AY.1, AY.2 અને AY.3. ત્યાર બાદ આખી દુનિયામાં ફેલાયો હતો. ડેલ્ટાના યુરોપ, એશિયા અને અમેરિકામાં પણ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન ICMR એ કોવેક્સિન લેનાર 25,798 લોકોનો સ્ટડી કર્યો હતો. કોવાસીન ભારત બાયોટેક અને ICMR દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. હવે આ રસીનું ટ્રાયલ બાળકો પર પણ ચાલી રહ્યું છે. સપ્ટેમ્બર સુધીમાં કોવાસીનની બાળકો પરની ટ્રાયલ પૂરી થાય તેવી સંભાવના છે.
વૈજ્ઞાનિક અને ઓદ્યોગિક સંશોધન પરિષદના વડાએ જણાવ્યું હતું કે રસીકરણ અને માસ્ક પહેરવાથી ચોક્કસપણે ત્રીજી તરંગની તીવ્રતા ઘટાડવામાં મદદ મળશે. કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ સૌથી ઘાતક છે પરંતુ ડેલ્ટા પ્લસ અંગે કોઈ ચિંતા કરવાની જરુર નથી. ત્રીજી લહેર આવવાની સંભાવના છે પરંતુ ક્યારે અને કેવી રીતે આવશે તે કહેવું મુશ્કેલ છે.
તેમણે કહ્યું કે લોકો પર કોરોના વેક્સિન એકદમ સારી રીતે કામ કરી રહી છે તેને માટેના વૈજ્ઞાનિક પુરાવા પણ મોજૂદ છે. હાલમાં વેક્સિન જ ત્રીજી લહેર માટે એકમાત્ર હથિયાર છે. બધા લોકોએ જલદીથી વેક્સિન લેવી જોઈએ.