અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક પખવાડિયાથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. જોકે હજુ પણ સ્મશાનગૃહોમાં વેઈટિંગ ચાલી રહ્યું છે ત્યારે લોકો સરકાર દ્વારા મૃત્યુના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. ત્યારે ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ‘સરકાર મોતના આંકડા છુપાવી રહી છે, તે વાટ તદ્દન ખોટી છે. રાજ્યમાં ડેથ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા એકદમ પારદર્શી છે.
રાજ્યનાં ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયા આમાં હકીકત નથી તે તદ્દન આધારહીન સમાચાર છે. આ અહેવાલમાં મરણ પ્રમાણપત્ર એટલે ડેથ સર્ટિફિકેટને આધાર બનાવી જે મૃત્યુંની સંખ્યા ગણવામાં આવ્યો છે તે યોગ્ય નથી. તેમજ તેની સરખામણી કોવિડ 19નાં મૃત્યું અંગે કરવામાં આવી છે જે સંપુર્ણપણે અયોગ્ય છે. ગુજરાતમાં મરણ નોંધણી પ્રમાણપત્ર ઓનલાઇન આપવાની ટ્રાન્સપરન્સીવાળી સિસ્ટમ છે. જ્યારે પરિવારમાં કોઇ મોભી કે સ્વજનનું મૃત્યું થાય ત્યારે પરિવારને તેના મરણ પ્રમાણપત્રની જુદી જુદી રીતે આવશ્યકતાઓ પડે છે.
બેંકમાં, એલઆઇસીમાં, મકાનમાં નામ ટ્રાન્સફર કરાવવામાં જરૂરિયાત પડતી હોય છે. જેના કારણે અમે ઓનલાઇન પ્રક્રિયાથી ઘરે બેઠા પારદર્શક પદ્ધતિ વિકસાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 71 દિવસમાં 1.24 લાખ જેટલા ડેથ સર્ટીફિકેટ ઈસ્યુ થયાના અહેવાલા પ્રકાશિત થયા હતા. એટલે કોરોનાને લીધે મત્યુઆંક વધતા ડેથ સર્ટીફિકેટ વધુ ઈસ્યુ થઈ રહ્યા છે. સરકાર દ્વારા કોરોનાના ડેથની સંખ્યા ઓછી બતાવવામાં આવી રહી છે. આ મામલે વિવાદ થતા ગૃહરાજ્યપ્રધાન જાડેજાએ સ્પષ્ટતા કરી હતી.