- બ્રિટનમાં કોરોનાથી એક દિવસમાં 598ના મોત
- યૂએસમાં લોકડાઉનની શક્યતાઓ વધી
- એમેરિકામાં કેટલીક જગ્યાઓ પર પર્તિબંધ લગાવાયા
વોશિંગટન/લંડન -: સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કેસ સતત વધી જ રહ્યા છે. www.worldometers.info/coronavirusની વેબસઈડ પ્રમાણે વિશ્વભરમાં જીવલેણ આ વાયરસને કારણે અત્યાર સુધીમાં 13 લાખ 43 હજાર 379 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે જ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 5 કરોડ 59 લાખ 43 હજાર 189ને પાર પહોંચી ગઈ છે. જ્યારે 3 કરોડ 89 લાખ 63 હજાર 254 દર્દીઓ સ્વસ્થ થયા છે.
દેશની મહાસત્તા ગણતા અમેરિકામાં કોવિડ -19 ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ કોરોના સામે લડત આપવા અને તેને પહોંચી વળવા ફરી એકવાર પ્રતિબંધ લાદવાનું શરૂ કર્યું છે.
બ્રિટનમાં કોરોનાને લઈને સ્થિતિ કથળી રહી છે
બ્રિટન સરકાર માટે પણ કોરોના મહામારી પડકાર રુપ બનતી જઈ રહી છે, વિતેલા દિવસ મંગળવારના રોજ અહીં કોરોનાના કારણે મૃત્યુ આંક વધ્યો છે,વિતેલા દિવસે જ 598 કોરોના દર્દીઓ એ દમ તોડ્યો હતો, બ્રિટન સરકાર દ્રારા થોડા દિવસો પહેલા આંશિક લોકડાઉન કર્યું હતું, જો કે આ લોકડાઉનના કારણે કોરોનાના કેસમાં જરા પણ ફાયદો થયો નથી,ઉપરાંત કેસ વધતા રહ્યા છે.
વિતેલા 24 કલાકની જો વાત કરવામાં આવે તો, કોરોનાના દર્દીઓના મોતનો આંકડો વધ્યો છે, અત્યાર સુધી 52 હજારથી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, મે મહિનાની 12 તારિખ પછીનો મોતનો આકંડો સૌથા વધુ છે, જેને લઈને સમગ્ર દેશમાં ચિંતા વ્યાપી છે, સરકાર સામે એક પડકાર છે
કોરોનાના વધતા કેસને લઈને અમેરીકામાં પાબંધીઓ લગાવાઈ
રિપબ્લિકન ગવર્નરોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યું છે અને શાળાઓ ફરીથી ખોલવાની યોજના પણ મુલતવી રાખવામાં આવી છે. દરમિયાન, ઘણા લોકો માસ્ક પહેરવાના અને સામાજિક અંતરને જાળવવાના નિયમ પાછળ વિજ્ઞાન પર સવાલ ઉભા કરી રહ્યા છે. લોકોનેએ વાતનો ડર પણ છે કે એકવાર પ્રતિબંધો લાદવામાં આવ્યા પછી નોકરીઓ પણ ગુમાવવાનો વખત આવી શકે છે લોકો અહીં સતત ડરની સ્થિતિમાં જીવન જીવી રહ્યા છે.
આયોવાના રાજ્યપાલ કિમ રેનોલ્ડ્સ, જે માસ્ક પહેરવાની વિરુદ્ધ હતા, તેમણે પણ મંગળવારે માસ્ક પહેરવાના તેમના નિયમમાં ફેરફાર કર્યો. જો કે, તેમણે દાવો કર્યો, “માસ્ક પહેરીને કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ ઘટે કે નહીં, તે બંને સાથે સંબંધિત વૈજ્ઞાનિક સિદ્ધાંત છે.”
સોમવારના રોજ અમેરીકામાં 1 લાખ 73 હજાર નવા કેસ નોંધાયા
આવનારા અઠવાડિયે ‘થેંક્સગિવિંગ’ જોતાં જાહેર આરોગ્ય અધિકારીઓએ પણ વિશેષ તૈયારીઓ કરી લીધી છે. આ સાથે જ ડોકટરોને મોટો સમારોહ ન કરવા માટે અપીલ કરી છે. ‘જ્હોન હોપકિન્સ’ યુનિવર્સિટી પ્રમાણે સોમવારે અમેરીકામાં 73 હજારથી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. સોમવારે, કોવિડ -19 ના 1 લાખ 66 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા હતા.
સાહીન-