- કોરોનાના કારણે મૃત્યુના કેસોમાં વધારો
- એક્ટિવ કેસની સંખ્યા 99155
- દેશમાં રિકવરી રેટ 98.35 ટકા
આજે ભારતમાં કોરોનાવાયરસના 8,895 નવા કેસ નોંધાયા છે, જે પછી દેશમાં કોવિડ દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3,46,33,255 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2796 દર્દીઓના મોત બાદ સંક્રમણથી મૃત્યુઆંક 4,73,326 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે,દેશમાં કોવિડ-19ના સક્રિય દર્દીઓ હવે ઘટીને 1 લાખથી ઓછા થઈ ગયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી કે,છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 6,918 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,40,60,774 થઈ ગઈ છે.તો, એક્ટિવ કેસોની સંખ્યા હાલમાં 99,155 છે, જે કુલ કેસના 0.29 ટકા છે. દૈનિક પોઝીટીવિટી રેટ 0.73 ટકા છે, જે છેલ્લા 62 દિવસથી 2 ટકાથી ઓછો છે. જ્યારે સાપ્તાહિક પોઝીટીવિટી રેટ 0.80 ટકા છે, જે 21 દિવસથી 1 ટકાથી નીચે રહ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે,દેશમાં રિકવરી રેટ હવે વધીને 98.35 ટકા થઈ ગયો છે.તો,ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચએ કહ્યું કે,શનિવારે ભારતમાં કોરોના વાયરસ માટે 12,26,064 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે વધીને 64,72,52,850 થઈ ગયો છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 8,895 નવા કેસ અને 2,796 લોકોના મોતમાં કેરળથી સામે આવેલ 4,557 નવા કેસ અને 52 લોકોના મોત સામેલ છે.