- ચીનમાં કોરોના વકર્યો
- શાંઘાઈમાં તબક્કાવાર લોકડાઉન લાગૂ
દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોના મહામારી ફેલાઈ હતી જો કે હવે ઘીમે ઘીમે કોરોનાના કેસો હળવા થી રહ્યા છે તેવી સ્થિતિમાં કોરોનાની જ્યાંથી ઉત્પત્તિ થઈ હતી તેવો દેશ ચીન ફરી એક વખત કોરોનાના કહેરમાં લપેટાયેલો જોવા મળી રહ્યો છે, ચીનમાં ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે જેને લઈને ફરીથી આંશિક લોકડાઉન લગાવાની ફરજ પડી રહી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ચીનના પ્રદેશ શાંઘાઈમાં ખૂબ જ ઝડપથી વધી રહેલા કોરોનાના કેસની સ્થિતિને જોતા શહેરમાં આજથી તબક્કાવાર રીતે લોકડાઉન લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ વર્ષે દરમિયાન ચીનમાં સૌથી વધુ કેસ નોંધાતા ચીનનું શાંઘાઈ કોરોના હોટસ્પોટ સાબિત થઈ રહ્યું છે. આ શહેરમાં શનિવારે 2 હજાર 676 નવા કેસ નોઁધાયા હતા જે છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં આશરે 18 ટકા કેસ વધારે છે. જ્યારે વ રવિવારે કોરોનાના કેસનો આંકડો 4 હજાર 50ને પાર પહોંચી ગયો છે જેને લઈને હવે તંત્રની ચિંતા વધતી જોવા મળી રહી છે.
હાલ જોવા જઈએ તો સૌથી વધુ કોરોનાના કેસો શાંઘાઈમાં વધી રહ્યા છે. ચીનના કેટલાક શહેરોમાં કોરોનાને લીધે અગાઉથી જ લોકડાઉન કરવામાં આવ્યું છે. આ સ્થિતિને જોતા હવે શાંઘાઈમાં બે તબક્કામાં 28 માર્ચથી 5 એપ્રિલ સુધી લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શાંઘાઈ વહીવટ તંત્રએ આપેલી જાણકારી પ્રમાણે અંદાજે 2.6 કરોડની વસ્તી ધરાવતા શહેરમાં ટેસ્ટીંગ માટે બે ભાગમાં વિભાજીત કરવામાં આવશે. હુઆંગપુ નદીની પૂર્વ બાજુ અને તેના પશ્ચિમ ભાગમાં તબક્કાવાર રીતે લોકડાઉન લગાવવામાં આવશે. શહેરના એક ભાગમાં 28 માર્ચથી 1 એપ્રિલ સુધી જ્યારે બીજા ભાગમાં 1લી એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન લોકડાઉન લાગૂ કરાશે આ સાથે જ કોરોનાના ટેસ્ટમાં વધારો કરવામાં આવશે
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ લોકડાઉન સમયે જાહેર પરિવહન સેવા, ટેક્સિ તથા શહેરની સબવે સિસ્ટમ પણ બંધ રાખવામાં આવશે આ સાથે જ હવાઈ સેવા કે રેલવે સેવા પર આ લોકડાઉનની કેટલી અસર થશે તે અંગે કોઈ ચોક્કસ જાણકારી આપવામાં આવી નથી