- ચીનમાં વધતો કોરોનાનો ડર
- રાજધાની બેઈજિંગમાં યાત્રા પર લગાવી રોક
- રીન હેલ્થ કોડ આપવામાંઆવનાર લોકો કરી શકશે યાત્રા
- ઉચ્ચ જોખમવાળા વિસ્તારના લોકો માટે પ્રિતબંધ લગાવ્યો
દિલ્હીઃ સમગ્ર વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે જ્યાથી કોરોનાની ઉત્પતિ થઈ હતી તેવા દેશ ચીનમાં પણ કોરોનાએ ફરી પગપેસારો કર્યો છે,દેશમાં કેસોમાં સતત વધારાથી ચીન હવે ડરી ગયું છે.
ચીને પોતાના દેશમાં સંક્રમણને ફેલાતું રોકવા માટે અનેક પગલાં પર વિચાર કરી રહ્યું છે. તે જ સમયે, રાજધાની બેઇજિંગના કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે સરકારે આ વિસ્તારમાં મુસાફરી પ્રતિબંધ લાદવાનો મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત મધ્યમ અથવા ઉચ્ચ જોખમવાળા વિસ્તારોના લોકો કે જેઓ બેઇજિંગ પરત ફરવાનું વિચારી રહ્યા છે તેમના માટે હવાઈ અને રેલવે સેવાઓ માટે ટિકિટ ખરીદતા અટકાવવામાં આવશે.
બેઇજિંગના અધિકારીઓએ આ બાબતે જણાવ્યું હતું કે, જે લોકો હજુ પણ મધ્યમ અને ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં રહે છે તેમના માટે આરોગ્ય કોડ પીળા રંગમાં ગોઠવવામાં આવશે. તે જ સમયે, જેમને ગ્રીન હેલ્થ કોડ આપવામાં આવશે તેમને બેઇજિંગ આવવાની મંજૂરી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બેઈજિંગ વહીવટીતંત્રે આ નિર્ણય ત્યારે લીધો છે કે જ્યારે ચીનના ઘણા શહેરોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ડેલ્ટા વેરિએન્ટનો પ્રકોપ દેશના 15 શહેરોમાં જોવા મળી રહ્યો છે અને દેશમાં અસરગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 500 ઉપર થઈ ચૂકી છે.
બેઇજિંગ ડેક્સિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ 15 શહેરોમાંથી ફ્લાઇટ રૂટ સ્થગિત કરવાની જાહેરાત કરી છે, જેમાં નાનજિંગ, યાંગઝઉ અને ઝાંગજીયાજી જેવા હોટસ્પોટ્સનો સમાવેશ થાય છે. આ નિર્ણયની પુષ્ટિ કરતા એરપોર્ટના ડેપ્યુટી જનરલ મેનેજર એ જણાવ્યું હતું કે બેઇજિંગ ડેક્સિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટએ 15 શહેરોના ફ્લાઇટ રૂટ સ્થગિત કરી દીધા છે.
કોરોનાના વધતા કહેર વચ્ચે દેશમાં બેઇજિંગ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ પણ સ્થગિત કરવામાં આવ્યો છે. તાજેતરમાં દેશના કેટલાક વિસ્તારોમાં કેસોનો વિસ્ફોટ જોતા 11 મો બેઇજિંગ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, મૂળ 14-21 ઓગસ્ટના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો, જે હવે સામાન્ય સલામતી અને આરોગ્યના કારણોસર મુલતવી રાખવામાં આવ્યો છે.