કોરોના કેસમાં 7 ટકાનો ઘટાડો – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 2.38 લાખ કેસ
- દેશમાં કોરોનાના કેસમાં થાડી રાહત
- 24 કલાકમાં 2.38 લાખ કેસ સામે આવ્યા
દિલ્હીઃ- દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે, છેલ્લા ઘણા સમયથી કોરોનાનો આકંડો 2. લાખને આસપાસ નોઁધાતો હતો ત્યારે હવે છેલ્લા 2 દિવસથી કોરોનાના કેસમાં થોડી રાહતના સમાચાર સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે મંગળવારના રોજ ભારતમાં કોરોનાવાયરસના નવા કેસોમાં 7 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાનો સકારાત્મકતા દર ઘટીને 14.43 ટકા થઈ ગયો છે
જો છેલ્લા 24 કલાકની વાત કરવા આવે તોમાં દેશભરમાં 2 લાખ 38 હજાર 18 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તે જ સમયે, એક દિવસમાં કોરોના 310 દર્દીઓના મોત થયા છે.
દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર વચ્ચે છેલ્લા 24 કલાકમાં કુલ 16 લાખ 49 હજાર 143 ટેસ્ટ કરવામાં આવ્યા છે. નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સક્રિય કેસોનો વધીને 17 લાખ 36 હજાર 628 થઈ ચૂક્યા છે, એટલે કે દેશમાં કોવિડના ઘણા લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના આંકડાઓ પ્રમાણે દેશમાં કોવિડના સક્રિય કેસ દર 4.62 ટકા જોવા મળ્યો છે. તે જ સમયે, રિકવરી રેટ 94.09 ટકા નોંધાયો છે. છેલ્લા એક દિવસમાં 1 લાખ ,57 હજાર 421 દર્દીઓ સાજા થયા છે..દૈનિક હકારાત્મકતા દર 14.43 ટકા જોવા મળી રહ્યો છે