યૂપીમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોનાનું ગ્રહણ, કર્મીઓ પોઝિટિવ આવતા સીએમ યોગી થયા આઈસોલેટ
- ઉત્તર પ્રદેશમાં સીએમ કાર્યલાયમાં કોરોના
- અધિરાકીઓ પોઝિટિવ આવ્યા
- સીએમ યોગીએ પોતાને આઈસોલેટ કર્યા
દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશમાં કોરોનાએ રફ્તાર પકડી છે,હવે યૂપીમાં કોરોનાએ સીએમ કાર્યાલયને ઝપેટમાં લીધું છે, કચેરીના કેચલાક કર્મીઓનો કોરોના રુોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેને લઈને અનેક લોકોની ચિંતા વધી છે,બીજી તરફ કાર્યલયના અનેક કર્મીઓ કોરોના સંક્રિમત થતા મુખ્યમંત્રી આદીત્યનાથ યોગીએ સાવચેતી દાખવી છે, તેમણે સતર્ક રહેતા પોતાને આઈસોલેટ કરી દીધા છે,આ સમગ્ર બાબતે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી છે.
સીએમ યોગીએ ટ્વિટ કરીલે લખ્યું છે કે, ‘મારા કાર્યાલયના કેટલાક અધિકારી કોરોના સંક્રમિત થયા છે. જેઓ મારા સંપર્કમાં રહ્યા છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે હું આઈસોલેટ થઈ રહ્યો છે અને હવેથી તમામ કામ વર્ચ્યુલ રીતે કરીશ’.
સમગ્ર દેશમાં કોરોનાનું ગ્રહણ છે ત્યારે કોરોનાના સંક્રમણને લઈને યૂપીના સીએમ યોગી આદિત્યનાથે અનેક ધર્મગુરૂઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી, આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હવે આપણે સતર્ક રહેવાની ખૂબ જરુર છે, આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિ અને આવતીકાલથી રમજઝાન માસનો આરંભ થઈ રહ્યો છે. હું તમામ ધર્મગુરૂઓને અપીલ કરું છું કે,શ્રદ્ધાળુઓને આવેદન કરે કે કોરોનાની ગાઈડલાઈનનું સસખ્ત રીતે પાલન કરવામાં આવે.ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં પણ હવે કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાવા લાગ્યું છે જેને લઈને સીએમ યોગી દ્રારા અનેક કડક પગલા લેવામાં આવી રહ્યા છે.
સાહિન-