- મહારાષ્ટ્રમાં લોકડાઉન વધ્યું
- 15 જૂન સુધી લોકડાઉન લાગૂ
- સરકારે નવા દિશા નિરેદશ રજૂ કર્યા
- કોરોનાના કેસને ધ્યાનમાં લઈને લેવાયો નિર્ણય
મુંબઈઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બનતા અને કેસમાં સતત વધારો નોંધાતા અનેક રાજ્યોમાં લોકડાઉન તેમજ આંશિક પ્રતિબંધો લાગૂ કરી દેવામાં આવ્યા હતા, જેમાં મહારાષ્ટ્ર એવું રાજ્ય હતું જ્યા સૌથી વધુ કોરોનાનો રાફળો ફાટ્યો હતો , ત્યારે હાલ પણ મહારાષ્ટ્રમાં કોરોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તારીખ 15 જૂન રવિવાર સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં લોકડાઉન વધારવાની સાથે સાથે સરકારે નવી માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. આ અંતર્ગત રાજ્યમાં આવશ્યક સેવાઓને પહેલાની જેમ મંજૂરી અને છૂટછાટ આપવામાં આવશે. જો કે આવશ્યક ચીજવસ્તુઓ સાથે જોડાયેલી દુકાનો જે હાલમાં સવારે 7 થી 11 વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાતી હતી તેઓને હવે 1 જૂનથી સવારે 7 વાગ્યાથી લઈને બપોરે 2 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છએ. કોરોના નિયમોને અનુસરીને, ઇ-કોમર્સ કંપનીઓ આવશ્યક અને બિન-આવશ્યક ચીજો ડિલિવરી કરી શકાશએ . બપોરે ત્રણ વાગ્યા પછી માત્ર તબીબી અને કટોકટી સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે.
લોકડાઉન લાદવા અંગે ઉદ્ધવ ઠાકરેની સરકાર એ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાયરસથી દરરોજ સંક્રમિત થવાનાના કિસ્સાઓમાં ઘટાડો થયો છે પરંતુ તે ગયા વર્ષે નોંધાયેલા સૌથી વધુ કેસની નજીક જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રીએ સંકેત આપ્યો છે કે રાજ્યમાં લાગુ કરવામાં આવતા લોકડાઉન જેવા વર્તમાન પ્રતિબંધ 1 જૂન પછી પણ 15 દિવસ માટે લંબાવાશે. જો કે તેની સાથે તેમણે કહ્યું હતું કે ઘણી છૂટછાટ આપવામાં આવશે.
લોકડાઉનના મામલે ઠાકરે સરકારે કહ્યું કે દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં પણ આપણે ગયા વર્ષની જેમ કેસમાં ટોચની પાસે છીએ. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ‘માઝા ડોક્ટર’ પહેલ ફેમિલી ડોક્ટરો સુધી પહોંચવામાં મદદ કરશે, જેમાં કોઈ લક્ષણો ન હોય તેવા દર્દીઓને વધુ દવાનું સેવન અને હોસ્પિટલમાં દાખલ થવાથી બચી શકાય છે.
રાજ્ય સરકાર દ્રારા જણાવવામાં આવ્યું છે કે,ગયા વર્ષેની તુલનામાં આ વર્ષે કોવિડ -19 વાયરસના પ્રકારમાં તફાવત જોવા મળે છે. તે હવે વધુ સંક્રમિત બન્યો છે, આ સાથેે જ આ વાયરસ ઝડપથી ફેલાય છે અને દર્દીઓ સ્વસ્થ થવા માટે વધુ સમય લે છે. તેમણે કહ્યું કે આપણી સામે વધુ એક મુશ્કેલી આવી પડી છે તે છે બ્લેક ફંગસ, રાજ્યમાં મ્યુકોરમાઇકોસીસના 3 હાજર જેટલા કેસ નોંધાયા છે. કોરોના વાયરસ ટાસ્ક ફોર્સ તેની દેખરેખ રાખી રહી છે.આવી સ્થિતિમાં લોકડાઉન યવધારવાનો નિર્ણય યોગ્ય સાબિત થાય છે.