દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. તેમજ છેલ્લા કેટલાક દિવસથી સતત 40 હજારથી વધારે કેસ દરરોજ સામે આવી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાના નવા 42766 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. બીજી તરફ 38 હજારથી વધારે દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારે તેજ બનાવવામાં આવ્યું છે. 24 કલાકમાં દેશમાં 17,47,476 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 53 કરોડથી વધારે (53,00,58,218) પરીક્ષણો કરવામાં આવ્યા છે. દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 72 દિવસોથી 2.62 ટરા પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3 ટકા કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 2.45 ટકા છે. સતત 90 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5 ટકા થી નીચે રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 3,21,38,092 લોકો કોવિડ-19ને મહાત આપીને સાજા થયા છે. ભારતનો રિકવરી રેટ 24 કલાકમાં 97.42 ટકા સુધી પહોંચી ગયો છે.