કોરોના મહામારીઃ બહુચરાજી મંદિર 31મી જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રહેશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા વિવિધ ધાર્મિક સ્થળો ભક્તો બંધ રાખવામાં આવ્યાં છે. દરમિયાન સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ બહુચરાજી મંદિર તા. 31મી જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રાખવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાને પગલે અમદાવાદ સહિત 27 શહેરોમાં રાત્રિ કરફ્યુનો અમલ થઈ રહ્યો છે. દરમિયાન વિવિધ મંદિરો ભક્તો માટે બંધ રાખવામાં આવ્યાં છે. દરમિયાન મહેસાણાના યાત્રાધામ બહુચરાજી મંદિરને પણ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાની સમય મર્યાદા લંબાવવામાં આવી છે. બહુચરાજી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે. આગામી દિવસોમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું છે. તેમજ સરકારે પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.