કોરોનાનો કહેર: વિદેશથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર,રેન્ડમ તપાસ અંગે માર્ગદર્શિકા જારી
- ફરી એકવાર મહામારીના વાગ્યા ભણકારા
- વિદેશથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર
- રેન્ડમ તપાસ અંગે માર્ગદર્શિકા જારી
દિલ્હી:આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવતા કેટલાક મુસાફરોની શનિવારથી રેન્ડમલી કોરોનાવાયરસ માટે પરીક્ષણ કરવામાં આવશે.નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરતા કહ્યું કે,ક્રૂ મેમ્બરોએ આ માટે પસંદ કરાયેલા મુસાફરોને એરપોર્ટ પર સ્થિત સ્ક્રીનિંગ સુવિધામાં લાવવા પડશે.
ચીન અને અન્ય કેટલાક દેશોમાં કોરોનાવાયરસના વધતા જતા કેસો વચ્ચે, સરકારે દરેક ફ્લાઇટમાં કુલ મુસાફરોના બે ટકાના આગમન પછી એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે.નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે સૂચના જારી કરીને કહ્યું કે,ક્રૂ મેમ્બરોએ ટેસ્ટ માટે પસંદ કરાયેલા બે ટકા મુસાફરોને એરપોર્ટ પર સ્ક્રીનિંગ સુવિધામાં લાવવા પડશે.
મંત્રાલયે કહ્યું કે,એરપોર્ટ ઓપરેટરોએ આંતરરાષ્ટ્રીય મુસાફરોની રેન્ડમ સ્ક્રીનીંગ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે.ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને આ અંગેની જાણકારી આપવામાં આવી છે.એક નકલ તમામ સુનિશ્ચિત કોમર્શિયલ એરલાઇન્સને મોકલવામાં આવી છે.