દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો લગભગ છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી સામે લડત લડી રહ્યાં છે. લોકડાઉન સહિતના અનેક નિયંત્રણોને કારણે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં વેપાર-ધંધાને વ્યાપક અસર પડી છે. ભારતમાં અનેક લોકોએ નોકરી ગુમાવી છે. ગ્રામીણ વિસ્તારમાં સરકાર દ્વારા રોજગારીની ગેરેન્ટી આપવામાં આવે છે પરંતુ શહેરીવિસ્તારમાં નોકરિયાત વ્યક્તિઓની મુશ્કેલીમાં વધારો થયો છે. નોકરી ગુમાવનાર મોટાભાગના શહેરીજનોને બેકારી ભથ્થુ નહી પરંતુ ગામડાઓની જેમ રોજગારીની ગેરેન્ટી ઈચ્છતા હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે.
એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ભાગ લેનાર 82 ટકા લોકોએ કહ્યું હતું કે સરકારે ગામડાઓની જેમ શહેરોને પણ રોજગારીની ગેરેન્ટી આપવી જોઈએ. તેજ સમયે 16 ટકા લોકોએ બેરોજગારીની રોકડ ભંડોળની માંગ કરી છે. મહામારીને ધ્યાનમાં રાખીને સરકારી આર્થિક મદદ મેળવનારા લોકોએ પણ રોજગારીની ગેરેન્ટીની જરૂરી બતાવી છે. પહેલા લોકડાઉન દરમિયાન નોકરી ગુમાવનારા 40 ટકા લોકો પાસે દસ મહીના પછી પૈસા કમાવવાનો કોઈ રસ્તો નથી. કોરોનાકાળમાં નોકરી ગુમાવનારા શહેરી કર્મચારીઓ છેલ્લા છ મહીનાથી બેરોજગાર છે ત્યાં તેવા કર્મચારીઓ કે જે ગયા વર્ષની સરખામણીએ અડધી છે. જેની પાસે ઓછામાં ઓછું એક વર્ષનું કામ હતું. દરેક કર્મચારીઓની પાસે પ્રતિ સપ્તાહ છ કલાકનું કામ ઘટી ગયું છે.
કેન્દ્ર સરકાર આ સમયમાં દરેક ગ્રામીણ પરિવારોને ઓછામાં ઓછુ 100 દિવસની રોજગારીની ગેરેન્ટી આપે છે. આ યોજના હેઠળ નોંધણી કરનારા લોકોની સંખ્યામાં 50 ટકા વધારો થયો છે. બેરોજગારીની ટકાવારી જોઈએ તો હરીયાણામાં 27.9 ટકા, રાજસ્થાનમાં 26.2 ટકા, પશ્ચીમ બંગાળમાં 21.2 ટકા, બેરોજગારી છે. જયારે ભારતમાં જુનના અંતમાં 9.17 ટકા બેરોજગારી હતી અને મેના અંતમાં 11.9 ટકા, 4.66 ટકાના ઘટાડા સાથે જૂનમાં 10.07 ટકા સુધી શહેરી ક્ષેત્રોમાં બેરોજગારીના દર જાણવા મળ્યા હતા.