Site icon Revoi.in

દિલ્હીમાં કોરોનાનો કહેર,24 કલાકમાં 259 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત

Social Share

દિલ્હી :રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 259 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણ દર 14.3 ટકા હતો. રાજધાનીમાં સંક્રમણને કારણે બે લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના આંકડામાં આ માહિતી આપવામાં આવી છે.

દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસ આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 20,38,981 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક વધીને 26,332 થઈ ગયો છે. ડેટા કહે છે કે એક દિવસ પહેલા 1,804 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જો દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન આવેલા કેસની વાત કરીએ તો દેશભરમાં કોરોનાના 4 હજાર 282 નવા કેસ નોંધાયા હતા.સક્રિય કેસો વિશે વાત કરવામાં આવે તો હાલમાં સક્રિય કેસોની સંખ્યા 47 હજાર 246 જોવા મળે છે,જ્યારે સક્રિય કેસની વાત કરવામાં આવે તો  કુલ કેસોના 0.11 ટકા જોવા મળે છે. આ સાથે જ કોરોનામાંથી સાજા થવાનો દર હાલમાં 98.71 ટકા નોંધાયા છે. જયારે કોરોનાથી સ્વસ્થ થનારા વિશે વાત કરીએ તો આ દરમિયાન કુલ 6 હજાર 037 લોકો સાજા થયા છે. હાલમાં કોરોના કેસોની દૈનિક હકારાત્મકતા દર 4.92 ટકા છે.

જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 4.00 ટકા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધઘટ જોવા મળી રહી છે.આ સાથે મૃત્યુઆંક પણ જોવા મળી રહ્યો છે. જેને લઈને સરકાર એલર્ટ બની છે.આ સાથે દેશમાં રસીકરણ પણ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.