દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કાલકમાં 5,880 નવા કેસ નોંધાયા, એક્ટિવ કેસો પણ વધ્યા
- છેલ્લા 24 કલાકમાં 5 હજારથી વધુ કેસ નોંધાયા
- એક્ટિવ કેસનો આકંડો પણ 35 હજારને પાર પહોચ્યો
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર તર્વાઈ રહ્યો છે, કોરોનાના કેસ ખૂબજ ઝડપી ગતિએ વધી રહ્યા છએ ત્યારે દેશભરમની હોસ્પિટલોમાં આજે નોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના નવા કેસો 5 હજારને પાર નોંધાઈ રહ્યા છે.
જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આદરમિયાન કોરોનાના 5 હજાર 880 નવા કેસ નોંધાયા છે.આ સાથે જ સક્રિય કેસોનો આકંડો પણ વધ્યો છે.ભારતમાં 24 કલાકમાં નવા કેસોમાં લગભગ 10 ટકાનો વધારો નોંધાયો છે.
આ સિવાય છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 12 લોકોના મોત થયા છે. સૌથી વધુ મોત દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં થયા છે. આ વાયરસને કારણે દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં 4-4 અને રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને ગુજરાતમાં 1-1 મૃત્યુ થયા છે.
છેલ્લા 24 કલાકમાં, 5,880 નવા કેસ નોંધાયા છે, આ સાથે જ સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 35 હજાર 199 એ પહોંચી ગઈ છે.આ સાથે જ દેશમાં રિકવરી રેટ 98.73 ટકા નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જો કોરોનાથી સાજા થયેલા લોકોની વાત કરવામાં આવે તો 3 હજાર 481 લોકો સાજા થયા છે,
આ સાથે જ કોરોનાનો દૈનિક હકારાત્મકતા દર 6.91 ટકા નોંધાયો છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 3.67 ટકા જોવા મળ્યો છે.વધતા જતા કોરોનાના કેસોને કારણે કેટલાક રાજ્યોમાં માસ્ક પહેરવું અનિવાર્ય કરવામાં આવ્યું છે તો સાથે જ ઉત્તરપ્રદેશમાં આતંરરાષ્ટ્રીય એર્પોર્ટ પર સ્ક્રિનંગ પણ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.