Site icon Revoi.in

કોરોના મહામારીઃ ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં RTPCR ટેસ્ટીંગમાં કરાયો વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે હવે ગ્રામીણ વિસ્તારમાં કોરોના વકર્યો છે. જેથી સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં આરટીપીસીઆર ટેસ્ટીંગ ઉપર વધારે ભાર આપવામાં આવી રહ્યો છે. ગુજરાતની 9 યુનિવર્સિટીઓમાં હાલ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના કોરોના મહામારી મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ થઈ છે. જેમાં રાજ્ય સરકારે એફિડેવિટ રજૂ કર્યું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા રેમડેસિવિર ઈન્જેકશનનો જથ્થો આપવામાં આવ્યો છે. એટલું જ નહીં અમદાવાદમાં એક મહિનામાં 2.34 લાખ રેમડેસિવિરની સામે 1.83 લાખ ઈન્જેકશન પુરા પાડવામાં આવ્યાં છે. રાજ્યની 2547 જેટલી કોવિડ હોસ્પિટલમાં 1.07 લાખ બેડનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં 1.07 લાખ બેડ ઉપલબ્ધ છે. આ ઉપરાંત 60,176 ઓક્સિજન બેડ, 13,875 આઇસીયુ બેડ, 6562 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે. ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને પડતી હાલાકીને લઈને અગાઉ નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ સરકારની કામગીરીને લઈને સરકારને આડેહાથ લીધી હતી.