અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામેની લાંબી લડાઈ લડી રહ્યાં છે. દરમિયાન એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મહામારીને પગલે અનેક લોકો અનિદ્રાનો ભોગ બન્યાં છે. એટલું જ નહીં લોકોમાં થાક લાગવાના બનાવોમાં 6 ગણો વધારો થયો છે. આ ઉપરાંત માનસિક બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
યૂનિવર્સિટી ઓફ મેનચેસ્ટરના રિસર્ચે દેશમાં ફેબ્રુઆરી-ડિસેમ્બર 2020ની વચ્ચે કોરોના સંક્રમિત થયેલા 2,26,521 લોકોના સ્વાસ્થ્ય સંબંધી રિકોર્ડનું વિશ્લેષણ કર્યુ હતું. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ અસોશિએશન એટલે કે જમાં નેટવર્ક ઓપનમાં પ્રકાશિત આ સ્ટડીનું નિષ્કર્ષ જણાવ્યું છે કે ડોક્ટરોની પાસે થાકની સમસ્યાને લઈને આવનારા લોકોની સંખ્યામાં 6 ગણો વધારો થયો છે. જે પાલીમરેજ ચેન રિએક્શન (PCR) તપાસમાં કોવિડ પોઝિટિવ મળ્યા હતા. આ ઉપરાંત લોકોમાં અનિદ્રાની સમસ્યામાં ત્રણ ગણો વધારો થયો છે.
કોરોના પોઝિટિવ જોવા મળ્યા બાદ 83 ટકા લોકોની માનસિક બિમારની જટિલતાઓમાં વધારો થયો છે. મહામારીના કારણથી માનસિક તણાવ વધી રહ્યો છે. યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના ડો. મૈથિયાસ પિયર્સ કહ્યું હતું કે, થાક તો સીધી રીતે કોરોનાનું પરિણામ છે અને આ બિમારીમાં અનિંદ્રાનું સંકટ વધારે છે.