Site icon Revoi.in

કોરોના મહામારીની અસર સૌથી વધુ 8 થી 13 વર્ષના બાળકો પરઃ- ઉત્તર પ્રદેશમાં બાળકો કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, અનેક સંશઓધન પ્રમાણે આ કોરોના વાયરસ હવે બાળકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે, આ સંક્રણને લઈને પ્રભાવિત અને અનાથ થનારા 9 હજાર 346 બાળકોની માહિતી બાલ સ્વરાજ પોર્ટલ ઉપર દેશભરમાં રાજ્યો દ્વારા આપવામાં આવી છે. આ રાજ્યો દ્વારા માર્ચ 2020 થી મે 2021 દરમિયાન કોરોના મહામારી દરમિયાન તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકોમાંના બાળકોનો ડેટા અપલોડ કરવામાં આવ્યો છે.

આ કોરોના મહામારી દ્વારા 8 થી 13 વર્ષની વયના બાળકોને સૌથી વધુ અસર થઈ રહી છે. આ અસર થનારા બાળકોની સંખ્યા 3 હાજાર 711 છે. આ ક્રમમાં, 14 થી 16 વર્ષની વયના 1 હજાર 620 બાળકો, 16 થી 17 વર્ષની વચ્ચેના 1 હજાર 712 બાળકો, ચારથી સાત વર્ષની વચ્ચેના 1 હજાર 515 બાળકો અને ત્રણ વર્ષ સુધીના 788 બાળકોને અસર થઈ  હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

રાજ્યોએ આપેલી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો, અનાથ બાળકોની મહત્તમ સંખ્યા મધ્યપ્રદેશમાં જોવા મળે છે, જ્યારે સૌથી વધુ અસરગ્રસ્ત બાળકો ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે. મધ્ય પ્રદેશમાં દેશમાં સૌથી વધુ અનાથની સંખ્યા 318 છે, 104 બાળકો સંપૂર્ણ નિરાધાર બન્યા છે, અને કુલ 712 બાળકોને કોરોનાની અસર થઈ છે.

ઉત્તર પ્રદેશમાં વિતેલા વર્ષે માર્ચથી આ વર્ષે 29 મે સુધી, 2 હજાર 110 બાળકો કોરોનાથી અસરગ્રસ્ત થયા હતા, જેમાં 270 બાળકો અનાથ થયા હતા, તેમના માતાપિતા બંને મૃત્યુ પામ્યા હતા, 10 બાળકોને તેમના માતાપિતાએ છોડી દીધા હતા, 1 હજાર 830 બાળકોના માતા-પિતામાંથી એકનું મોત નીપજ્યું હતું. બિહારમાં કુલ 1હજાર 327 બાળકો પ્રભાવિત થયા છે, જેમાંથી 1હજાર 035 બાળકોએ માતાપિતા ગુમાવ્યા છે

હરિયાણામાં અસરગ્રસ્ત બાળકોની કુલ સંખ્યા 776 છે, જેમાંથી 732 માતાપિતા ગુમાવ્યા છે, 44 બાળકો સંપૂર્ણ અનાથ થઈ ગયા છે. હિમાચલ પ્રદેશમાં કુલ 473  બાળકો કોરોના અસરગ્રસ્ત જોવા મળ્યા છે, જેમાંથી 89 બાળકો અનાથ થયા છે, 473 એ તેમના માતાપિતામાંથી એકને ગુમાવી દીધા છે.