Site icon Revoi.in

કોરોના મહામારી વચ્ચે પોસ્ટ વિભાગની નવી પહેલઃ ધાર્મિક વિધી સાથે કરશે અસ્થિઓનું વિસર્જન

Social Share

દિલ્હીઃ કોરોના મહામારીમાં અનેક પીડિતોના અવસાન થતા તેમના પરિવારજનોએ મૃતદેહ ગંગામાં વહેતા કર્યાં હતા. જ્યારે કેટલાક લોકો મૃતદેહને રસ્તા વચ્ચે મુકીને ફરાર થઈ ગયા હતા. કોરોના મહામારીને પગલે પરિવારજનો સંક્રમણના ડરે અંતિમવિધીથી દૂર ભાગતા હતા. જો કે, હવે પોસ્ટ વિભાગ મૃતકોના પરિવારજનોની વ્હારે આવ્યું છે. જોધપુર શહેર પોસ્ટ વિભાગે નવી પહેલ શરૂ કરી છે. જોધપુરમાં પોસ્ટ વિભાગ અસ્થિઓનું ધાર્મિસ વિધી સાથે વિસર્જન કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના કાળમાં જોધપુર શહેરમાં એક હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના સંક્રમણના ભયના કારણે મૃતકોના પરિજન તેમની અસ્થિઓનું વિસર્જન કરવામાં પણ ઘબરાવી રહ્યા છે, દરમિયાન પોસ્ટલ વિભાગે અસ્થિ વિસર્જન કરવાની પહેલ કરતા નવી યોજના શરૂ કરી છે. પોસ્ટ વિભાગે આ યોજના હેઠળ મૃતકના પરિજન તેમની અસ્થિ વિસર્જનને ઓનલાઇન જોઇ શકશે. પોસ્ટ વિભાગે દિવ્ય દર્શન સંસ્થા સાથે કરાર કર્યો છે. અસ્થિઓના વિસર્જન સાથે સંબંધિત તમામ કર્મકાંડની જવાબદારી હવે પોસ્ટ વિભાગે ઉપાડી છે તેના માટે મૃતકોના પરિવારને પોસ્ટ વિભાગની સ્પીડ પોસ્ટ પર જઇ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેના માટે પોસ્ટ વિભાગ અસ્થિઓનું પંડિતોના સાનિધ્યમાં વિસર્જન કરાવશે. તેની સાથે જ અસ્થિ વિસર્જનને ઓનલાઇન પણ બતાવવામાં આવશે. કર્મકાંડ પછી પરિવારના લોકોને ઘરે બેઠા જ ગંગાજળ પણ મોકલવામાં આવશે.

જોધપુર પોસ્ટ વિભાગે અસ્થિ વિસર્જન માટે ચાર જગ્યાઓએ વ્યવસ્થા કરવામાં આવી છે. પોસ્ટ વિભાગ હાલ વારાણસી, પ્રયાગરાજ અને હરિદ્વાર સાથે જ ગયામાં પણ અસ્થિ વિસર્જન કરાવશે. દરેક ધાર્મિક સ્થળે દિવ્ય દર્શન સંસ્થાના સભ્યો પહેલા જ વ્યવસ્થા કરી ચુક્યા છે.

પોસ્ટ વિભાગે જનરલ પોસ્ટ માસ્ટર સચિન કિશોરે જણાવ્યું કે કોરોના સંક્રમણકાળમાં પરિવારના સભ્યો અસ્થિઓનું વિસર્જન નથી કરી રહ્યા. આવી સ્થિતિમાં વિસર્જન માટે ચાર તીર્થ સ્થળો પર આ યોજના શરૂ કરવામાં આવી છે. ટૂંક સમયમાં બીજા પણ તીર્થ સ્થળોની પસંદગી થશે.