- નવા સબવેરિએન્ટના 41 કેસ સામે આવ્યાં
- આરોગ્ય વિભાગની ચિંતામાં થયો વધારો
અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરીના આરંભ સાથે જ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. જો કે, રાહતની વાત એ છે કે, બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન ગુજરાતમાં ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટની હાજરી જોવા મળી છે. રાજ્યમાં સવ વેરિએન્ટના 41 જેટલા કેસ સામે આવ્યા હોવાનું જાણવા મળે છે. આમ રાજ્યમાં ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સરેરાશ 3 લાખ જેટલા કેસ નોંધાય છે. આ ઉપરાંત ઓમિક્રોનના કેસમાં પણ વધારો થયો છે. ભારત સહિત દુનિયાના અનેક દેશો ઉપર ઓમિક્રોનનો ખતરો વર્તાઈ રહ્યું છે. દરમિયાન ગુજરાતમાં ઓમિક્રોનના નવા સબ વેરિએન્ટના કેસ સામે છે. રાજ્યમાં ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ લિનિયેજ વેરિઅન્ટની એન્ટ્રી થઇ છે. ઓમિક્રોનના સબ વેરિઅન્ટના 41 કેસ સામે આવતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. ભારત સહિત વિશ્વના 40 દેશોમાં ઓમિક્રોનનો નવો BA.2 વેરિઅન્ટની એન્ટ્રી થઇ ગઇ છે. જે વિશ્વ માટે ચિંતાનો બીજો વિષય બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કોરોનાના કેસમાં વધારો થતા સરકાર દ્વારા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ગ્રામ્ય વિસ્તારમાં પણ ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ મેગાસિટી અમદાવાદમાં આવ્યાં છે. સંક્રમણને ફેલતુ અટકાવવા માટે સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે.
(Photo-File)