દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. દરમિયાન સોમવારે કોરોનામાં રક્ષણ આવતા રસીકરણ અભિયાનની નવી ગાઈડલાઈન લાગુ કરી છે. પહેલા જ દિવસે રેકોર્ડ બ્રેક 69 લાખ લોકોએ કોરોનાની રસીનો ડોઝ લીધો હતો.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.હર્ષવર્ધને બપોરના સમયે ટ્વીટ કર્યું હતું કે, નવી ગાઈડલાઈન લાગુ થયાના પ્રથમ દિવસે જ રેકોર્ડ બ્રેક 47 લાખ લોકોને રસી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સાત માર્ચના રોજ રાષ્ટ્રના નામ સંબોધન કરીને જાહેરાત કરી હતી કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એટલે કે, 21મી જૂનથી 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કેન્દ્ર સરકાર દ્વારા ફ્રીમાં કોરોના વિરોધી રસી આપવામાં આવશે.
નવી ગાઈડલાઈ ન અનુસાર રસી બનાવતી કંપનીઓએ રસીના કરેલા ઉત્પાદનનો 75 ટકા હિસ્સો ભારત સરકારે ખરીદીને રાજ્ય સરકારોને મુફ્તમાં આપવામાં આવી છે. જ્યારે 25 ટકા રસી ખાનગી હોસ્પિટલોને પુરી પાડવામાં આવશે.
રસીકરણ અભિયાનની વાત કરવામાં આવે તો. 16મી જાન્યુઆરીથી અભિયાન શરૂ થયું છે. સોમવારે આ અભિયાનનો 157મો દિવસ છે. આ અભિયાન હેઠળ 5મી એપ્રિલના રોજ 43 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જેમ બને તેમ વધુને વધુ લોકોને કોરોનાની રસી આપીને તેમને કોરોના મુક્ત બનાવવાની કવાયત તેજ બનાવવામાં આવી છે.