Site icon Revoi.in

વર્ષ 2024 સુધી કોરોના મહામારીનો કહેર વર્તાશે – ઓમિક્રોનના કહેર વચ્ચે વેક્સિન નિર્માણ કંપનીએ આપી ચેતવણી

Social Share

દિલ્હીઃ- વિશઅવનભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર જોવા મળી હ્યો છે આ સ્થિતિમાં ભારતમાં પણ કેસ દિવસેને દિવસે વધતા જઈ શકાય છે ત્યારે હવે આ વધતા કેસો વચ્ચે કોરોના વેક્સિન નિર્માતા કંપનીએ ચેતવણી આપી છે કે કોરોના મહામારી વર્ષ 2024 સુધી ચાલુ રહી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને ઓમિક્રોન વેરિઅન્ટની એન્ટ્રી થતા ફાઈઝર કંપનીએ આ ચેતવણી ઉચ્ચારી છે, જેમાં વાયરસના મૂળ સંસ્કરણ કરતાં 50 વધુ મ્યુટેશન જોવા મળે છે. આનાથી સંક્રમણ સામે રસીના બે ડોઝની અસરકારકતામાં પણ ઘટાડો થયો છે અને વિશ્વભરમાં ઝડપથી ફેલાવાની આશંકા દેખાઈ રહી છે.

તે જ સમયે, ફાઇઝરના ચીફ સાયન્ટિફિક ઓફિસર મિકેલ ડોલ્સ્ટને રોકાણકારોને આપેલા પ્રેઝન્ટેશનમાં આ બાબતને લઈને જણાવ્યું હતું કે કંપનીની શંકાઓ  છે કે કેટલાક પ્રદેશોમાં આગામી એક-બે વર્ષ સુધી કોરોના મહામારી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન સંક્રમણ અન્ય દેશોમાં પણ ફેલાશે.

આ મામલે ડોલ્સ્ટેને કહ્યું કે કંપનીને આશા છે કે વર્ષ 2024 સુધીમાં વિશ્વભરમાં મહામારી સ્થાનિક થઈ જશે. તેમણે કહ્યું કે તેની ઝડપ રસીઓ અને સારવારની અસરકારકતા પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું કે ઓછા રસીવાળા વિસ્તારોમાં રસીકરણની ગતિ વધારવાની આવશ્યક્તાઓ છે.

ઓમિક્રોન વેરિઅન્ટના દસ્તક આપ્યા પહેલા, ટોચના યુએસ રોગ ચિકિત્સક એન્થોની ફૌસીએ આગાહી કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સમાં આ મહામારી 2022 માં સમાપ્ત થશે. પરંતુ જે રીતે નવા વેરિઅન્ટની સ્પીડ વધી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે આ આગાહી ખોટી સાબિત થઈ રહી છે

ફાઈઝર  પાસે પૅક્સલોવિડ નામની પ્રાયોગિક એન્ટિવાયરલ ગોળી પણ છે, જેણે ક્લિનિકલ ટ્રાયલમાં ઉચ્ચ જોખમ ધરાવતી વ્યક્તિઓમાં હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુમાં લગભગ 90 ટકાનો ઘટાડો કર્યો છે. ત્યારે હવે કંપનીએ કોરોના મહામારી હજી પણ ચાલુ રહેશે તેવી શંકાો વ્યક્ત કરી છે