- ફ્લોરિડામાં કોરોના વિસ્ફોટ
- એક જ દિવસમાં નોંધાયો દોઢ લાખ કેસો
દિલ્હીઃસમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે વિશઅવની મહસત્તા ગણાતા અમેરિકામાં પણ કોરોના વિસ્ફોટ થયેલો જોઈ શકાય છે,જેમાં અમેરિકામાં ફ્લોરિડા અને ટેક્સાસમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના કેસોમાં સતત વધારો નોંધાતા સરકરાની ચિંતા વધી રહી છે.
ઓગસ્ટ મહિનાની શરુઆતના દજિવસે જ અમેરિકામાં 23 હજાર 139 નવા કેસો નોઁધાયા હતા ત્યારે વિતેલા દિવસને બુધવારે સવાર સુધીમાં આ આંકડો 1 લાખ 49 હજાર 788 પર પહોંચી ચૂક્યો છે, આ સાથએ જ 600થી પણ વધુ દર્દીઓ એ કોરોનામાં જીવ ગુમાવ્યા હોવાના એહવાલ પ્રાપ્ત થી રહ્યા છે.
છેલ્લા ૨૪ કલાકની જો વાત કરવામાં આવે તો અહીં અમેરિકાના ફ્લોરિડા સ્ટેટમાં 5જ હજાર 900 થી વધુ કેસ નોંધાયો છે,નવા કેસીસ અને ટેક્સાસ સ્ટેટમાં જ 20 હજારથી વધુ કેસો સામે આવ્યા છે, ત્યારે હવે કોરોનાની ઉત્પત્તિ જ્યાથી થી હતી તેવા ચીનમાં પણ કોરોનાના કેસો ફરીથી જોવા મળી રહ્યા છે.
વિતેલા દિવસને બુધવારે ચીનમાં 71 જેટલા કેસો સામે આવ્યા છે. જે જાન્યુઆરી પછીનો સૌથી મોટો આંકડો કહી શકાય,જો સમગ્ર વિશ્વભરની વાત કરવામાં આવે તો વિશ્વમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કુલ નવા કેસો 6 લાખ 17 હજારને પાર પહોંચી ચૂક્યા છે.
મળતી માહિતી પ્રનાણે વિશ્વના કુલ 192 દેશોમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને હવે ૧૯.૯૫ કરોડ થઇ જવા પામી છે જ્યારે અત્યાર સુધીમાં 42 લાખ 45 હજારથી પણ વધુ કોરોના સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.