- ચીનમાં કોરોના વાયરસ વકર્યો
- ગ્વાંગદોંગમાં યાત્રા પર પ્રતિબંધ મૂક્યો
દિલ્હીઃ-કોરોના વાયરસનું નામ આવે એટલે ચીનને યાદ કરવું રહ્યું, કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે બ્રિટન અને યુએસની વુહાન લેબ તરફ શંકાના સંકેતો દર્શાવાયા છે, આ સમગ્ર સ્થિતિ વચ્ચે કોરોના વાયરસ ફરી એકવાર ચીનમાં ઉછલો મારતો જોવા મળ્યો છે. દક્ષિણના પ્રાંત ગ્વાંગદોંગમાં સંક્રમણના કેસો સામે આવ્યા બાદ વિતેલા દિવસને સોમવારથી ચીને અહીંની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રાંતની રાજધાની ગ્વાંગઝુમાં પણ ઘણા વિસ્તારોમાં લોકડાઉન પણ લાદવામાં આવી ચૂક્યું છે.
મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર વિસ્તારમાં 27 જેટલા કોરોનાના નવા કેસ સામે આવ્યા છએ,કેહવામાં આવી રહ્યું છે કે આ કેસની સંખ્યા વધારે પણ હોઈ શકે છે,આ મામલે 20 જેટલા સ્થાનિક લોકો સંક્રમિત થયા છે,ત્યાર બાદ લોકોને ઘરમાં જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે
એક સરકારી મીડિયા એહવાલમાં 1.5 કરોડની વસ્તી ધરાવતા ગ્વાંગઝુના આરોગ્ય અધિકારીઓને ટાંકતા કહેવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં ઝડપથી સંક્રમણ ફેલાય રહ્યું છે. બજારો, બાળ સંભાળ કેન્દ્રો અને મનોરંજન સ્થળો અહીં બંધ કરવામાં આવ્યા છે. રેસ્ટોરાં અને શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. પ્રાંતીય સરકારે કહ્યું કે સોમવારે સવારે 10 વાગ્યા પછી વિમાન, ટ્રેન, બસ અથવા ખાનગી કાર દ્વારા ગ્વાંગદોંગથી રવાના થયેલા લોકોએ છેલ્લા 72 કલાકમાં કરવામાં આવેલ કોરોનાનો રિપોર્ટ બતાવવાનો રહેશે
આ સમગ્ર બાબતને લઈને ઓસ્ટ્રેલિયન વહીવટીતંત્રનું કહેવું છે કે કોરોના સંક્રમણ દેશના બીજા સૌથી મોટા શહેર નર્સિંગ હોમમાં ફેલાયો છે. વિક્ટોરિયા પ્રાંતની રાજધાની મેલબોર્નમાં ક્લસ્ટર ઝોન મળી આવ્યા બાદ અહીં લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન માર્ટિન ફોલીએ વૃદ્ધાવસ્થામાં સંક્રમણનો પ્રકોપ વિક્ટોરિયન સરકાર માટે ચિંતાજનક ગણાવ્યો છે.
આ સાથે જ વિયેતનામે કોરોના સાથેના વ્યવહાર માટે તેમના સૌથી મોટા શહેરમાં 9 મિલિયન લોકોનું કોરોના પરીક્ષણ કરવાની યોજના બનાવી છે. સોમવારથી દેશમાં નવા પ્રતિબંધોની પણ ઘોષણા કરવામાં આવી હતી, જે અંતર્ગત લોકોને ફક્ત જરૂરી પ્રવૃત્તિઓ માટે જ ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે.