- ચીનના બે શહોરામાં કોરોનાના કારણે પ્રતિબંધ
- ચીનમાં કોરોનાની વાપસી
દિલ્હીઃ- વિશ્વભરમાં જ્યા કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે ત્યારે જ્યાંથી કોરોના વાયરસની ઉત્પત્તિ થઈ હતી તેવા દેશ ચીનમાં ફરી કોરોનાના કેસો વકરી રહ્યા છે, ચીનમાં વધતા કોરોનાના કેસો એ ચિંતા વધારી છે જેને લઈને અનેક દેશઓ સતર્ક બન્યા છએ.,
ત્યારે હવે વધતા જેતા કેસો વચ્ચે ચીને મહત્વનો નિર્ણય લીધો છે.ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસમાં વધારો થતાં દેશના બે સૌથી મોટા શહેરો શેનઝેન અને શાંઘાઈમાં કોવિડ-19ના કડક નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે.નવા કેસ ઝડપથી વધવાથી ચીની વહીવટીતંત્રને ચીનના મોટા શહેરોમાં લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી હતી.
શેનઝેનમાં એક સપ્તાહના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. બિન-આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને ઘરે જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય પુખ્ત વયના લોકોને પીસીઆર ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે. તે જ સમયે, શાંઘાઈમાં આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. લોકોને શહેર ન છોડવાની સલાહ આપવામાં આવી છે.
ચીનના નેશનલ હેલ્થ કમિશનની માહિતી પ્રમાણે, રવિવારે ચીનમાં કોરોનાના 3 હજાર 122 નવા કેસ નોંધાયા હતા. કોરોનાના કેસ વધ્યા બાદ પ્રશાસને કડકાઈની જાહેરાત કરી છે. લોકોને ચહેરા પર માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કેસ વધ્યા બાદ લોકોના એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને ઘણા વરિષ્ઠ અધિકારીઓને પણ બેદરકારી બદલ બરતરફ કરવામાં આવ્યા છે.કોરોના સામે ફરી ચીન એલર્ટ બનતું જોવા ણળી રહ્યું છે કેસની સંખ્યા પહેલાની જેમ ન વધે તે માટે ચીનનું તંત્ર એક્શનમોડમાં જોવા મળી રહ્યું છે.દૈનિક કેસોની તપાસ પણ વધારાઈ છે આ સાથે જ અનેક નિયંત્રણો પણ લાદવામાં આવ્યા છે.